ગૌરવની ક્ષણ/ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર, રાજ્યના આટલા પોલીસ અધિકારીઓ અને જવાનોનું થશે સન્માન

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 16 અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત પોલીસના 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ (PSM) જ્યારે 14 અધિકારી અને જવાનોને ‘પ્રશંસનીય સેવા પોલીસ મેડલ (MSM)’ આપવા માટે પસંદગી કરવામાં આવી છે.

આજે 25 જાન્યુઆરી પર સમગ્ર દેશના પોલીસ અધિકારીઓની સેવાને બિરદાવવા માટે રાષ્ટ્રપતિ મેડલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત કેડરના IPS અધિકારી નિપૂણા તોરવણે તથા એસ. એસ. રઘુવંશીને શ્રેષ્ઠ કામગીરી બદલ ‘વિશિષ્ટ સેવા પોલીસ મેડલ’ (PSM) એનાયત કરાયા છે. આ સાથે જ 14 પોલીસ કર્મીઓને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.

 

 

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભારે વરસાદને લઈ DyCM હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, કહ્યું- નાગરિકોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ બાદ રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય…

બદ્રીનાથ મંદિરમાં ચઢાવા મામલે મોટી કાર્યવાહી, કમિટી અધ્યક્ષના પર્સનલ સેક્રેટરી સસ્પેન્ડ

અયોધ્યાના રામ મંદિરના દાનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ઉત્તરાખંડના પ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં પણ ચઢાવાના સંચાલનને લઈને વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર ગેરરીતિના આરોપો વાયરલ થયા બાદ…