વસંત પંચમી ક્યારે છે? 23 કે 24 જાન્યુઆરી – અહીં દૂર કરો તમારી મુંજવણ

વસંત પંચમી, જેને બસંત પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્ઞાન, વિદ્યા, સંગીત અને કલાની દેવી મા સરસ્વતીને સમર્પિત પવિત્ર તહેવાર છે. માન્યતા છે કે આ દિવસે દેવી સરસ્વતીનો પ્રાગટ્ય થયો હતો, તેથી તેને સરસ્વતી જયંતિ પણ કહેવામાં આવે છે. આ તહેવાર ધાર્મિક સાથે-સાથે સાંસ્કૃતિક રીતે પણ વિશેષ મહત્વ ધરાવે છે.

આ દિવસે વિદ્યાર્થીઓ, શિક્ષકો, કલાકારો અને સંગીતપ્રેમીઓ મા સરસ્વતીની પૂજા કરી જ્ઞાન અને બુદ્ધિ માટે આશીર્વાદ માગે છે. લોકો પીળા કપડાં પહેરે છે અને પીળા ફૂલો તથા વાનગીઓથી પૂજા કરે છે.

વસંત પંચમી 2026ની સાચી તારીખ
આ વર્ષે વસંત પંચમીની તિથિ 23 જાન્યુઆરી 2026ના રોજ સવારે 2:28 વાગ્યે શરૂ થઈ અને 24 જાન્યુઆરીએ 1:46 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિના આધારે વસંત પંચમી 23 જાન્યુઆરી 2026 (શુક્રવાર)ના રોજ ઉજવાશે.

વસંત પંચમી 2026 પૂજન મુહૂર્ત
દૃક પંચાંગ મુજબ મા સરસ્વતીની પૂજા માટે શુભ સમય:
– સવારનો શુભ સમય: 7:13 થી 12:33
– અભિજીત મુહૂર્ત: 12:12 થી 12:54

વસંત પંચમી પૂજન વિધિ
આ દિવસે ઘરમાં સ્વચ્છ સ્થાન પર પીળો કપડો પાથરી મા સરસ્વતીનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરો. ગંગાજળથી શુદ્ધિકરણ કરી પીળા ફૂલો, ચોખા, ધૂપ, દીવો અર્પણ કરો. ચણાના લાડુ, બરફી, ખીર અથવા માલપુઆ પ્રસાદ રૂપે અર્પણ કરો અને અંતે આરતી કરીને પ્રાર્થના કરો.

વસંત પંચમીના શુભ મંત્ર
– બીજ મંત્ર: “ઐમ ઐમ ઐમ”
– બીજો મંત્ર: “ઐમ સ્વસ્ત્યૈ નમઃ”
આ મંત્રોનો 108 વાર જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે.

Disclaimer: આ લેખમાં ધર્મ, શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર સંબંધિત જાણકારી વિવિધ સ્ત્રોતો અને લોકપ્રચલિત માન્યતાઓના આધારે રજૂ કરવામાં આવી છે. આ માહિતીનો ઉદ્દેશ માત્ર જ્ઞાનવર્ધન અને માહિતિ આપવાનો છે. આને અંતિમ સત્ય માનીને અનુસરતા પહેલાં સંબંધિત ક્ષેત્રના જાણકારોની સલાહ અવશ્ય લેવી.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…