Junagadh: માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આરટીઓ કચેરી ખાતે રક્તદાન તથા નિદાન કેમ્પનું આયોજન

MEET BUDDHBHATTI, Junagadh / માર્ગ સલામતી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે જુનાગઢ આરટીઓ કચેરી ખાતે આજે રક્તદાન કેમ્પ તેમજ વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરટીઓ કચેરી ખાતે આવનાર નાગરિકો માટે ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ અન્ય સામાન્ય રોગોની મફત તપાસ કરવામાં આવી હતી.

આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવનાર થેલેસેમિયા પીડિત બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માતના કેસોમાં જરૂરી રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો હતો. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે રક્તદાન કરવાથી શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી, પરંતુ તે અનેક જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી વધુમાં વધુ લોકોએ રક્તદાન કરવા માટે આગળ આવવું જોઈએ.

આ પ્રસંગે આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરો અને કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. સાથે જ લાયસન્સ તથા અન્ય કામગીરી માટે આરટીઓ કચેરી ખાતે આવેલા નાગરિકોએ પણ રક્તદાન કેમ્પમાં ભાગ લઈ સેવા ધર્મનું પાલન કર્યું હતું. માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમને નાગરિકોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો .

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Dasha Maa Vrat Rituals & Puja Vidhi ગુજરાત 2026 : આ વર્ષે વ્રત કઈ તિથિથી શરૂ કરવું? Ultimate Devotion

ગુજરાતમાં શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે અનેક દેવી-દેવતાઓના વ્રત અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓમાં દશામાના વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક દશામાની પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. દશામાનું વ્રત ગુજરાતના અનેક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત દરમિયાન દરરોજ નિયમિત પૂજા, આરતી અને પ્રસાદ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દશામાનું વ્રત ક્યારે શરૂ થાય…

ગુજરાતમાં ૩૦૦ નવી MBBS બેઠકોનો વધારો: રાજ્યમાં મેડિકલ સીટોનો કુલ આંકડો 7,500 પર પહોંચ્યો Breakthrough

ગુજરાતમાં 300 નવા MBBS સીટનો વધારો, રાજ્યમાં કુલ બેઠકો 7,500 થઈ ગુજરાતના મેડિકલ શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ખાનગી મેડિકલ કોલેજોમાં 300 નવી MBBS બેઠકોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ ગુજરાતમાં MBBS અભ્યાસક્રમની કુલ બેઠકોની સંખ્યા વધીને આશરે 7,500 થઈ ગઈ છે. મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણયને મહત્વપૂર્ણ તક તરીકે જોવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મેડિકલ શિક્ષણની સુવિધાઓ અને બેઠકોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓની વધતી સંખ્યા અને ડોક્ટર બનવાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને મેડિકલ કોલેજોમાં બેઠકો વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હવે ખાનગી મેડિકલ કોલેજોમાં 300 બેઠકો વધતા વધુ વિદ્યાર્થીઓને MBBSમાં પ્રવેશ મેળવવાની તક મળશે. મેડિકલ વિદ્યાર્થીઓ માટે વધશે તક…