Junagadh : માંગરોળ એ.કે હોસ્પિટલ દ્વારા યોજાયો નિશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પ, અનેક દર્દીઓએ લીધો લાભ

પ્રકાશ લાલવાણી, જુનાગઢ / એક તરફ રોગચાળો માથું ઊચકી રહ્યો છે. ત્યારે બીજી તરફ માંગરોળ એ.કે હોસ્પિટલે છ મહીનાની ભવ્ય સફળતા નિમીતે એ.કે હોસ્પિટલ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

સર્વરોગ નિદાન મેગા કેમ્પમાં જનરલ વિભાગમાં ડો. આદમ કાલવાત, સ્ત્રીરોગ વિભાગમાં ડો, મદીહા કાલવાત, બાળરોગ સર્જન ડો. પ્રશાંત શાહ સહીત રાજકોટ જુનાગઢની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ, ચામડીના રોગ, હાડકા વિભાગ, ફેફસા વિભાગ કાન નાક ગળા, કેન્સર વિભાગ જેવા અલગ-અલગ રોગોના ડોક્ટરોએ સેવા આપી હતી.

રીપોર્ટસ પણ ફ્રી કરી આપવામાં આવ્યા
મોટી સંખ્યામાં દર્દીઓને નિશુલ્ક નિદાન સાથે કોલેસ્ટ્રોલ શુગર કાર્ડીયોગ્રામ જેવા રીપોર્ટસ પણ ફ્રી કરી આપવામાં આવ્યા હતા. A.K હોસ્પિટલના ડો. એ.એચ કાલવાતે જણાવ્યુ કે માંગરોળ શહેરમાં છ મહીનાની ભવ્ય સફળતા નિમીતે આ મેગા કેમ્પનું આયોજન કરેલ છે. એ.કે હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી જનરલ વિભાગ અને બાળરોગ વિભાગ સારવાર ઉપલબ્ધ છે અને ટુંક સમયમાં ગાયનેક વિભાગની સુવિધા પણ માંગરોળના દર્દીને ઉપલબ્ધ થશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત સરકારમાં વહીવટી ફેરફાર: રૂપવંત સિંઘ બન્યા મુખ્ય રાજ્ય કર કમિશનર, આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ કમિશનરની જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારો અંતર્ગત રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેને નવી જવાબદારીઓ સોંપવામાં આવી…

કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…