Ahmedabad: હાથીજણ ખાતે ગૃહ નિર્માણ ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબહેન વાઘેલાના હસ્તે 40 આવાસોનો ડ્રો સંપન્ન

અમદાવાદમાં હાથીજણ ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત 40 આવાસોનો ડ્રો રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી દર્શનાબહેન વાઘેલાના વરદ્હસ્તે યોજાયો હતો.

આવાસોના લોકાર્પણ પ્રસંગે મંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દરેક નાગરિકનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવા કટિબદ્ધ છે. ખાસ કરીને મહિલાઓ, દીકરીઓ અને બાળકોને સુવિધાજનક તેમજ સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુથી ગુણવત્તાયુક્ત આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મકાનોમાં મેન્ટેનન્સના ખર્ચને ઘટાડવા માટે સોલર પેનલ લગાવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

અમદાવાદને પણ ખૂબ જ ટૂંક સમયમાં ‘ઝૂંપડપટ્ટી મુક્ત શહેર’ બનાવવાનું લક્ષ્ય
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સરકાર માત્ર 5 લાખ રૂપિયાના રાહત દરે આધુનિક સુવિધાઓ ધરાવતા મકાનો પૂરા પાડી રહી છે. સુરતની જેમ અમદાવાદને પણ ખૂબ જ ટૂંક સમયમાં ‘ઝૂંપડપટ્ટી મુક્ત શહેર’ બનાવવાનું લક્ષ્ય છે, જેના માટે ‘ઝૂંપડું ત્યાં ઘર’ જેવી યોજનાઓ પર ઝડપથી કાર્ય થઈ રહ્યું છે. તેમણે આવાસ મેળવનાર લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને અન્ય જરૂરિયાતમંદોને પણ આગામી સમયમાં ઘર મળી રહેશે તેવી ખાતરી આપી હતી.

‘ડેમોન્સ્ટ્રેશન હાઉસિંગ પ્રોજેક્ટ’ હેઠળ 3400 ચોરસ મીટર વિસ્તારમાં EWS-II પ્રકારના 40 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં દરેક આવાસ એક બેડરૂમ, હોલ અને કિચન જેવી આધુનિક સુવિધાઓ ધરાવે છે. આ પ્રોજેક્ટમાં માત્ર રહેઠાણ જ નહીં, પરંતુ માળખાગત સુવિધાઓ જેવી કે સીસી રોડ, સોલર સ્ટ્રીટ લાઈટ, બાઉન્ડ્રી વોલ અને ગટર વ્યવસ્થાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર 05 લાખ રૂપિયાના રાહત દરે પૂરા પાડવામાં આવતા આ મકાનો માટે 167 અરજીઓ મળી હતી, જેનો ડ્રો NIC ના સોફ્ટવેર દ્વારા સંપૂર્ણ પારદર્શી રીતે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુસિંહ જાદવ, શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…

FBIની સિસ્ટમમાં ઘૂસણખોરીનો દાવો: ‘લગભગ તમામ’ એજન્ટોની માહિતી ચોરી હોવાનો Hacker જૂથનો દાવો….

વોશિંગ્ટન : અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ તપાસ એજન્સીઓમાંની એક FBI (Federal Bureau of Investigation) સાથે જોડાયેલો મોટો સાયબર સુરક્ષા વિવાદ સામે આવ્યો છે. ShinyHunters નામના સાયબર ક્રાઇમ જૂથે દાવો કર્યો છે કે તેણે FBIની સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને મોટી સંખ્યામાં વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ તેમજ FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોનો સંવેદનશીલ ડેટા મેળવી લીધો છે. Hacker જૂથે પોતાના ડાર્ક વેબ લીક પ્લેટફોર્મ પર એવો દાવો કર્યો છે કે તેની પાસે “લગભગ તમામ FBI એજન્ટો” અને FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોની માહિતી છે. જોકે, FBIએ આ દાવાની સંપૂર્ણ પુષ્ટિ કરી નથી. અમેરિકન તપાસ એજન્સીએ માત્ર એટલું જણાવ્યું છે કે FBIjobs.govને અસર કરતી અનધિકૃત પ્રવૃત્તિ અંગે એજન્સી વાકેફ છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે. Hacker હેકર જૂથે…