રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’: દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ, જાણો રાજ્યમાં કેટલા સ્ટાર્ટઅપ્સ છે અમલી

ઉદ્યોગસાહસિકોની કલ્પનાશક્તિ, ટેક્નોલોજીકલ કુશળતા અને નીતિગત સહકાર મળીને એક નવું સાહસ-એકમ શરૂ કરવું એટલે સ્ટાર્ટઅપ. નવીન વિચારોને ઉદ્યોગમાં રૂપાંતરિત કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૃઢ પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાના હેતુસર વર્ષ 2016માં ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન’ની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત દર વર્ષે તા. 16, જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ ઉજવવામાં આવે છે. આમ, ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ એ માત્ર ઉજવણીનો દિવસ નહીં પરંતુ દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી-ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત, દેશના અગ્રણી સ્ટાર્ટઅપ હબ તરીકે પોતાના મજબૂત ઇકોસિસ્ટમ, માર્ગદર્શન અને નાણાકીય સહાય દ્વારા “વિકસિત ભારત@2047”ના સપનાને વેગ આપવામાં અગત્યની ભૂમિકા નિભાવી રહ્યું છે. ઔદ્યોગિક શક્તિ, દૂરંદેશી નીતિઓ અને અદમ્ય ઉદ્યોગસાહસિક ભાવનાના અનોખા સંયોજનથી સજ્જ ગુજરાતમાં આજે 16 હજાર કરતાં વધુ સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 200થી વધુ ઇન્ક્યુબેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ, 850થી વધુ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સ તેમજ શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત 350થી વધુ પાયાના સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT માન્યતા પ્રાપ્ત આ સ્ટાર્ટઅપ્સ થકી યુવા નવીનકારો ડીપ-ટેકથી લઈને કૃષિ, હેલ્થકેર, ક્લીનટેક અને ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહ્યા છે.

ગુજરાત ઔદ્યોગિક નીતિ–2020 અંતર્ગત ‘સ્ટાર્ટઅપ્સ/નવિનતા માટેની સહાય યોજના’ દ્વારા રાજ્ય સરકારે 430થી વધુ સ્ટાર્ટઅપ્સને અંદાજે રૂ. 65 કરોડની નાણાકીય સહાય આપી છે. જેના થકી ડીપ-ટેક, હેલ્થકેર અને લાઇફ સાયન્સ, કૃષિ અને ફૂડ સિસ્ટમ્સ, ક્લીનટેક, ઇલેક્ટ્રિક મોબિલિટી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, એરોસ્પેસ અને ડિફેન્સ, ફિનટેક, એડ્યુટેક જેવા ઉચ્ચ પ્રભાવ ધરાવતા ક્ષેત્રોમાં નવીનતાને ગતિ મળી રહી છે. આ ઉપરાંત ટેન્ડર ફી, EMD અને પૂર્વ અનુભવ સંબંધિત માપદંડોમાં છૂટ, પાત્ર સ્ટાર્ટઅપ્સ પાસેથી રૂ. 15 લાખ સુધી સીધી ખરીદી અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ મારફતે સમર્પિત વેન્ચર ફંડની સ્થાપના જેવા સુવિધાત્મક પગલાં લેવાયા છે.

ઇકોસિસ્ટમની ક્ષમતાઓને સતત મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારના સ્ટાર્ટઅપ સેલ દ્વારા નોડલ ઇન્ક્યુબેટર્સ માટે નિયમિત રીતે ક્ષમતા વિકાસ વર્કશોપ્સનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત 300થી વધુ મેન્ટર્સને જોડવામાં પણ આવ્યા છે, જેના માધ્યમથી સ્ટાર્ટઅપ્સને વ્યૂહાત્મક માર્ગદર્શન, ઉદ્યોગ સંબંધિત સમજણ અને ક્ષેત્ર-વિશેષ નિષ્ણાતની સહાય પ્રાપ્ત થાય છે. રાજ્ય સરકારને આ ક્ષેત્રે અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે.

સ્ટાર્ટઅપ્સને જિલ્લા સ્તરે પ્રદર્શન અને નેટવર્કિંગની તકો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયમિત રીતે વિવિધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય માર્કેટ-એક્સેસ પહેલનું આયોજન કરવામાં આવે છે. જેમાં નેટવર્કિંગ ઇવેન્ટ્સ, GeM વર્કશોપ્સ, ગ્રાન્ડ ચેલેન્જિસ, હેકાથોન્સ તેમજ મહેસાણા, રાજકોટ ખાતે તાજેતરમાં યોજાયેલી પ્રાદેશિક વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી રાષ્ટ્રીય તથા વૈશ્વિક પ્લેટફોર્મ્સમાં ભાગીદારીનો સમાવેશ થાય છે. જે અંતર્ગત રાજ્ય સરકારે મહેસાણા અને રાજકોટ ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરેંસ દરમિયાન 100થી વધુ પ્રદર્શન સ્ટોલ્સ સંપૂર્ણપણે નિઃશુલ્ક ફાળવવામાં આવ્યા હતા. વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ–રાજકોટ દરમિયાન ત્રણ સ્ટાર્ટઅપ્સ દ્વારા સંયુક્ત રીતે અંદાજે રૂ. 43 કરોડનું ભંડોળ મેળવવામાં આવ્યું, જે પહેલની વાસ્તવિક અસરને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

રાજ્યમાં અમલી એગ્રીટેક સ્ટાર્ટઅપ NEERXને ફોર્બ્સ ઇન્ડિયા 30 અન્ડર 30-2023 હેઠળ માન્યતા મળી છે. આ ઉપરાંત દિવ્યાંગો માટેની સહાયક ટેકનોલોજી સમાધાનો દ્વારા એક લાખથી વધુ જરૂરિયાતમંદના જીવન પર સકારાત્મક અસર પેદા કરનાર સ્ટાર્ટઅપ Torch-IT રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બની છે. તેવી જ રીતે WeHear Innovations એક હેલ્થ-ટેક સ્ટાર્ટઅપ, કે જે કાનના સ્વાસ્થ્યને અનુકૂળ શ્રવણ અને ઓડિયો સમાધાનોમાં આગવી પહેલ કરી રહ્યું છે અને વૈશ્વિક માન્યતા ધરાવે છે. આમ, ગુજરાત સરકાર નવીનતાને પ્રોત્સાહન આપવા, ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા અને મજબૂત સર્વ-સમાવેશી તથા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા પ્રત્યે પોતાની અડગ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Devbhumi Dwarka Water Crisis Bhimgaja Lake Alert 2026: જો ૧૫ દિવસમાં નર્મદાનું પાણી નહીં પહોંચે તો શું થશે?

Dwarka તાલુકામાં પાણીનું સંકટ ઘેરાયું! ભીમગજા તળાવમાં માત્ર પખવાડિયા ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાની ચિંતા દિવાળીના તહેવારો અને મીની વેકેશન વચ્ચે પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની ભીતિ; Dwarka, ઓખા સહિત 42 ગામડાંઓની પ્રજાની ચિંતા વધી, લાખો યાત્રિકોની પાણીની વ્યવસ્થા સામે પણ સવાલ -> યાત્રાધામ Dwarkaમાં પાણીની સમસ્યા ગંભીર બની :- ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક યાત્રાધામ Dwarkaમાં પીવાના પાણીની સમસ્યા ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. એક તરફ દિવાળીના તહેવારો અને મીની વેકેશન નજીક આવતાં દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવવાની શક્યતા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક જળસ્ત્રોતોમાં પાણીનો જથ્થો ખૂબ જ મર્યાદિત રહ્યો હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ખાસ કરીને દ્વારકા અને ઓખા નગરપાલિકા સહિત આસપાસનાં આશરે 42 ગામડાંઓને પાણી પૂરું પાડવામાં…

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…