સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 57 વર્ષના શખ્સની ધરપકડ

સુરતના સરથાણા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને નિંદનીય ઘટના સામે આવી છે, જેમાં 57 વર્ષના આધેડે 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પોતાની દુકાનમાં બાળકી સાથે આ કૃત્ય કર્યું હતું. સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજના આશરે 7 વાગ્યે એક વૃદ્ધ દાદા પોતાના પૌત્ર અને પૌત્રીને ઘરની બહાર રમાડવા લઈ ગયા હતા. આ દરમિયાન પૌત્ર રડવા લાગતા દાદા તેને ઘરે મુકવા ગયા હતા. તે સમયે સરથાણામાં આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓની દુકાન ચલાવતા વિનોદ મોહનભાઈ અણઘણ (ઉંમર 57, મૂળ રહેવાસી હડમતીયા ગામ, પાલીતાણા, જી. ભાવનગર) એ દાદાને પોતાની વાતોમાં ભોળવી પૌત્રીને દુકાનમાં બેસાડવાની વિનંતી કરી હતી.

દાદા પૌત્રને ઘરે મુકવા ગયા તે દરમિયાન આરોપી વિનોદ અણઘણે દુકાનની અંદર 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. થોડા સમય બાદ જ્યારે દાદા પરત ફર્યા ત્યારે બાળકી વ્યથિત હાલતમાં હતી. બાદમાં બાળકી દ્વારા સમગ્ર ઘટના દાદા તથા પરિવારજનોને જણાવવામાં આવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો.

ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિનોદ અણઘણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકીની તબીબી તપાસ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. સ્થાનિક લોકો દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં 72મો National ફિલ્મ એવોર્ડ સમારોહ: Elite Honor

ગુજરાતમાં 72મો National ફિલ્મ એવોર્ડ સમારોહ: કાર્તિક આર્યન અને મામૂટી બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ National ગુજરાતના એકતા નગર ખાતે 72મા National ફિલ્મ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહેલો આ સમારોહ ભારતીય સિનેમા માટે ઐતિહાસિક બની રહ્યો છે, કારણ કે પ્રથમ વખત નેશનલ ફિલ્મ એવોર્ડ્સનો સમારોહ નવી દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે. 22 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાયેલા આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને સન્માનિત કરી રહ્યા છે. આ વર્ષે 2024માં બનેલી ભારતીય ફિલ્મો અને સિનેમામાં થયેલા ઉત્કૃષ્ટ યોગદાનને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. 72મા National ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટર કેટેગરીમાં કાર્તિક આર્યન અને મલયાલમ સિનેમાના દિગ્ગજ અભિનેતા મામૂટી બંનેને સન્માન મળ્યું છે.કાર્તિક આર્યનને ફિલ્મ **‘ચંદુ ચેમ્પિયન’**માં તેમના અભિનય…

Fancy Number Plate: ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, 18 હજારથી વધુ કેસ અને 4,187 વાહનો ડિટેઇન Mega Drive

Fancy Number Plate વગરના અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવ Fancy Number Plate : ગુજરાતમાં ટ્રાફિક નિયમોના પાલન અને માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી તથા અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે વિશેષ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ વિશેષ ટ્રાફિક ડ્રાઇવ 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે અને 14 ઓક્ટોબર 2026 સુધી ચાલુ રહેશે. ખાસ કરીને એવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જેના પર નંબર પ્લેટ લગાવવામાં આવી નથી, નંબર પ્લેટ સાથે ચેડાં કરવામાં આવ્યા છે…