સુરત : દેશની પોલીસને ચકમો આપનાર ‘ઈરાની ડેરા’નો માસ્ટરમાઈન્ડ ઝડપાયો

દેશભરમાં છેલ્લા બે દાયકાથી પોલીસ અને તપાસ એજન્સીઓને હંફાવનાર કુખ્યાત ‘ઈરાની ડેરા’ ગેંગનો મુખ્ય સૂત્રધાર આખરે ઝડપાઈ ગયો છે. મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબીદ અલી ઉર્ફે રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતને સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત ઓપરેશન હેઠળ લાલગેટ વિસ્તારમાંથી ઝડપી લીધો.

રાજુ ઈરાની સામે દેશના 14 રાજ્યોમાં લૂંટ, છેતરપિંડી, હિંસક હુમલા અને સંગઠિત ગુનાખોરીના અનેક ગંભીર કેસ નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજુ ઈરાની સુરતમાં નવી ગુનાખોરીને અંજામ આપવાના ઇરાદે આવ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતાથી કોઈ હિંસા કે ગોળીબાર વિના તેને ઝડપી લેવામાં આવ્યો.

મધ્યપ્રદેશના ભોપાલમાં ‘ઈરાની ડેરા’ નામના મુખ્ય અડ્ડામાંથી રાજુ ઈરાની દેશભરમાં ફેલાયેલી વિવિધ પેટા ગેંગને સંચાલિત કરતો હતો. ગેંગના સભ્યો પોલીસ અથવા CBI અધિકારીના વેશમાં લૂંટ કરતા, ક્યારેક સાધુ/બાવાના વેશમાં ઘરમાં પ્રવેશી દાગીના અથવા રોકડ ઉપાડતા. લૂંટ દરમિયાન લોકો પર કેમિકલ ફેંકીને ધ્યાન ભટકાવવામાં આવતું અને પળભરમાં મુદ્દામાલ ગાયબ થઈ જતું.

બાતમી આપનારાઓ સાથે રાજુ ઈરાની ખૂબ જ ક્રૂર વર્તન કરતો. એક ઘટનામાં બાતમી આપનાર વ્યક્તિને તેના જ ઘરમાં સળગાવવાનો પ્રયાસ થયો હતો. ગેંગના સભ્યો પોલીસ દરોડા સમયે મહિલાઓ અને બાળકોને આગળ રાખીને મુખ્ય આરોપી ભાગી જવા સફળ થતું.

લૂંટ અને છેતરપિંડીમાંથી મળેલા પૈસાથી રાજુ ઈરાની અને તેના ભાઈ ઝાકીર અલી વૈભવી જીવનશૈલી જીવી રહ્યા હતા, જેમાં મોંઘી કાર, સ્પોર્ટ્સ બાઇક અને અરબી ઘોડા સામેલ છે. રાજુ ઈરાની મહારાષ્ટ્રમાં MCOCA કાયદા હેઠળ પણ ગુનો નોંધાયો હતો અને તે વિવિધ રાજ્યોમાં વોન્ટેડ હતો.

હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજુ ઈરાનીની પૂછપરછ ચાલી રહી છે. તેની સાથે જોડાયેલા અન્ય ગેંગ સભ્યો, સંપત્તિ અને ગુનાખોરીના નેટવર્ક વિશે મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. પોલીસના મતે આ ધરપકડથી ‘ઈરાની ડેરા’ ગેંગને દેશભરમાં મોટો ઝટકો લાગ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

2026 : Gujarat Rain Forecast : અમદાવાદમાં રાહત, સોમવારથી વરસાદ ઘટે તેવી શક્યતા Red Alert Lifted : IMD Rain Warning

અમદાવાદ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદને રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું, સોમવારથી વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા. ગુજરાતમાં મેઘમહેર યથાવત, અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ ચાલુ અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સક્રિય રહેલી વરસાદી સિસ્ટમની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે અમદાવાદ શહેરને હાલ રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા…