‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની ઉજવણી અન્વયે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્થળ મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી

વડાપ્રધાનશ્રીની સોમનાથ મુલાકાતને પગલે મંદિર પરિસર, સુરક્ષા બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રી: 

સોમનાથ તા.૧૦ જાન્યુઆરી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે આયોજિત થનારા ‘સ્વાભિમાન પર્વ‘ના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ મહાદેવ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પવિત્ર અવસરે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સ્થળ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર, આસપાસના મુખ્ય અને વૈકલ્પિક માર્ગો તેમજ યાત્રાળુઓની આવન-જાવન માટેની વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા બંદોબસ્ત, ટ્રાફિક સંચાલન અને પાર્કિંગ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકો તેમજ દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેની કાળજી લેવા પણ સૂચન કર્યું હતું.

ગૃહ મંત્રીએ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે ભીડ નિયંત્રણ, ઇમરજન્સી સેવાઓની સજ્જતા અને ટેકનોલોજીના ઉપયોગ અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાય અને કાર્યક્રમ શાંતિપૂર્ણ તેમજ સફળ રીતે સંપન્ન થાય તે માટે તેમણે વહીવટી તંત્રને આહ્વાન કર્યું હતું.

આ તકે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ડો.પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    એક ડોઝ કે બે? HPV રસીકરણની ભલામણો વિશે શું જાણવું જરૂરી…..

    હ્યુમન પેપિલોમાવાયરસ એટલે કે HPV સામેનું રસીકરણ સર્વાઇકલ કેન્સર સહિત HPVથી સંબંધિત અનેક પ્રકારના કેન્સરથી બચાવ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે HPV રસીકરણ અંગે લોકોમાં વારંવાર એક સવાલ જોવા મળે છે—રસીના એક ડોઝથી કામ થઈ જાય કે બે ડોઝ જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિ માટે એકસરખો નથી. રસી કઈ ઉંમરે શરૂ કરવામાં આવી, વ્યક્તિની રોગપ્રતિકારક સ્થિતિ કેવી છે અને કયા દેશની રસીકરણ માર્ગદર્શિકા લાગુ પડે છે તેના આધારે ડોઝની સંખ્યા બદલાઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) 9થી 14 વર્ષની છોકરીઓ માટે એક અથવા બે ડોઝની ભલામણને માન્ય રાખે છે, જ્યારે કેટલીક રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ બે ડોઝને પ્રમાણભૂત શેડ્યૂલ તરીકે સૂચવે છે. HPV શું છે અને રસી કેમ મહત્વની છે? HPV એક સામાન્ય વાયરસ…

    રાજ ઠાકરે અને Uddhav Thackeray 4 ઓક્ટોબરે મુંબઈમાં જનમોર્ચાનું નેતૃત્વ કરશે, SIR મુદ્દે ચૂંટણી પંચ સામે વિરોધ

    મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમય બાદ ફરી એકવાર રાજ ઠાકરે અને Uddhav Thackeray એક જ મુદ્દે સાથે જોવા મળવાના છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના પ્રમુખ Uddhav Thackeray 4 ઓક્ટોબર 2026ના રોજ મુંબઈમાં સંયુક્ત જનમોર્ચાનું નેતૃત્વ કરશે. આ માર્ચ ચૂંટણી પંચની મતદાર યાદીના Special Intensive Revision (SIR) સહિત ચૂંટણી પ્રક્રિયા અંગેના વિરોધને કેન્દ્રમાં રાખીને યોજાશે. બંને પક્ષોએ આ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો અને અન્ય રાજકીય પક્ષોને જોડાવાનું આહ્વાન કર્યું છે. રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે માર્ચની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે MNS અને શિવસેના (UBT)ના બેનર હેઠળ યોજાનારી આ રેલીને માત્ર બે પક્ષોની રાજકીય પ્રવૃત્તિ તરીકે નહીં પરંતુ મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા અંગેની ચિંતાઓને લઈને જનઆંદોલન તરીકે…