SBI ગ્રાહકો સાવધાન! YONO એપ અને આધાર અપડેટના નામે સાફ થઈ શકે છે બેંક એકાઉન્ટ

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે મહત્વની ચેતવણી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી WhatsApp પર એક ખતરનાક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવે છે કે જો તરત આધાર કાર્ડ અપડેટ નહીં કરવામાં આવે, તો YONO મોબાઈલ એપ બ્લોક કરી દેવામાં આવશે. આ મેસેજ સાથે એક અજાણી APK ફાઈલ મોકલવામાં આવી રહી છે, જેને ઇન્સ્ટોલ કરવા માટે દબાણ કરવામાં આવે છે.

હકીકતમાં આ મેસેજ સંપૂર્ણ નકલી છે અને સાયબર ઠગો દ્વારા ગ્રાહકોને છેતરવા માટે રચાયેલ જાળ છે.

SBIની સત્તાવાર ચેતવણી
SBIએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે બેંક ક્યારેય WhatsApp, SMS અથવા કોલ દ્વારા કોઈ લિંક કે APK ફાઈલ મોકલતી નથી અને ન તો વ્યક્તિગત માહિતી માંગે છે. જો કોઈ ગ્રાહક ભૂલથી પણ આ APK ફાઈલ ડાઉનલોડ કરે, તો હેકર્સને મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ મળી શકે છે.

આ પ્રકારનું મેલવેર:
– બેંકિંગ પાસવર્ડ અને PIN ચોરી શકે છે
– OTP વાંચી શકે છે
– થોડી જ મિનિટોમાં આખું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે
– બેંકે ગ્રાહકોને સલાહ આપી છે કે આવા મેસેજ મોકલતા WhatsApp નંબરને તરત બ્લોક અને રિપોર્ટ કરો.

PIB ફેક્ટ ચેકે મેસેજને નકલી જાહેર કર્યો
સરકારની ફેક્ટ ચેક એજન્સી PIB Fact Checkએ પણ આ વાયરલ મેસેજને ફેક જાહેર કર્યો છે. PIBએ સ્પષ્ટ કહ્યું છે કે આધાર અપડેટ ન થવાને કારણે કોઈ બેંક એપ બ્લોક થતી નથી. તમામ એપ્સ હંમેશા Google Play Store અથવા Apple App Store પરથી જ ડાઉનલોડ કરવી જોઈએ.

શું કરશો જો શંકાસ્પદ મેસેજ મળે?
– કોઈ પણ અજાણી લિંક કે APK ફાઈલ ડાઉનલોડ ન કરો
– તમારો PIN, પાસવર્ડ કે OTP કોઈ સાથે શેર ન કરો
– શંકાસ્પદ લેવડદેવડ જણાય તો તરત સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર કોલ કરો
– અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો
બેંકિંગ સુરક્ષા માટે મોબાઈલમાં એન્ટી-વાયરસ સોફ્ટવેર રાખવો અને ફક્ત સત્તાવાર વેબસાઈટ તથા એપનો જ ઉપયોગ કરવો જરૂરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…