સરકારનો મોટો નિર્ણય: ગિગ વર્કર્સને મળશે હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સામાજિક સુરક્ષા સંહિતા (કેન્દ્રીય) નિયમો, 2025નો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટનો મુખ્ય હેતુ દેશમાં કાર્યરત ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાનો છે. ડિલિવરી બોય, કેબ ડ્રાઈવર, ફ્રીલાન્સર અને અન્ય ગિગ કામદારો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પાત્રતા માટેની મુખ્ય શરતો
ડ્રાફ્ટ નિયમો મુજબ, જો ગિગ વર્કર એક જ એગ્રીગેટર (જેમ કે ફૂડ ડિલિવરી અથવા રાઈડ હેલિંગ પ્લેટફોર્મ) સાથે કામ કરે છે, તો તેને ઓછામાં ઓછા 90 દિવસ કામ કરેલું હોવું જરૂરી છે. જો ગિગ વર્કર એકથી વધુ એગ્રીગેટર્સ સાથે સંકળાયેલો હોય, તો તેને પાછલા નાણાકીય વર્ષમાં કુલ 120 દિવસ કામ કરેલું હોવું જોઈએ.

કમાણીના પ્રથમ દિવસથી ગણતરી
નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગિગ વર્કર જે દિવસે કમાણી શરૂ કરે છે, તે દિવસથી જ તે એગ્રીગેટર સાથે સંકળાયેલ ગણાશે. કમાણીની રકમ મહત્વની નહીં હોય. ખાસ વાત એ છે કે જો કોઈ ગિગ વર્કર એક જ દિવસે ત્રણ અલગ-અલગ એગ્રીગેટર્સ માટે કામ કરે, તો તે દિવસની ગણતરી ત્રણ દિવસ તરીકે કરવામાં આવશે.

નોંધણી અને ઓળખ પ્રક્રિયા
– 16 વર્ષથી વધુ ઉંમરના ગિગ વર્કર્સ આધાર નંબર અને જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી કરાવી શકશે.
– એગ્રીગેટર્સને કામદારોની વિગતો કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ કરવી પડશે.
– તેના આધારે દરેક ગિગ વર્કરને યુનિવર્સલ એકાઉન્ટ નંબર અથવા યુનિક આઈડી આપવામાં આવશે.
– નોંધાયેલ કામદારોને ફોટા સહિતનું ડિજિટલ અથવા ભૌતિક ઓળખ કાર્ડ મળશે.

મળનાર સામાજિક સુરક્ષા લાભો
નવા નિયમો હેઠળ ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને:
– આરોગ્ય વીમા
– જીવન વીમા
– વ્યક્તિગત અકસ્માત વીમા
જેમા લાભો આપવામાં આવશે. આ માટે એગ્રીગેટર્સ પાસેથી એકત્ર થનારા યોગદાનથી અલગ સામાજિક સુરક્ષા ભંડોળ બનાવવામાં આવશે.

લાભોની મર્યાદા
જો કોઈ નોંધાયેલ ગિગ વર્કર 60 વર્ષની ઉંમર પાર કરે છે, તો તેને નવા સામાજિક સુરક્ષા લાભો માટે પાત્ર ગણવામાં આવશે નહીં. જોકે, નિયમો મુજબ પાત્રતા પૂરી થાય ત્યાં સુધી લાભો મળતા રહેશે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર અસંગઠિત કામદારો માટેના રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સનું પ્રતિનિધિત્વ કરતા 5 સભ્યોને રોટેશનલ ધોરણે નોમિનેટ કરશે.

ગિગ કામદારો માટે મોટું પગલું
આ ડ્રાફ્ટ નિયમો ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે એક મહત્વપૂર્ણ અને સકારાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહ્યા છે. આથી લાખો કામદારોને આર્થિક સુરક્ષા, ઓળખ અને ભવિષ્ય માટે વિશ્વાસ મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

-> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…