નવા વર્ષમાં ગુજરાત પોલીસને મોટી ભેટ: 2013 બેચના 7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં બઢતી

ગુજરાત સરકારના ગૃહ વિભાગે નવા વર્ષ 2026ના પ્રારંભે જ રાજ્યના પોલીસ પ્રશાસનમાં મહત્વનો નિર્ણય લીધો છે. 2013 બેચના 7 આઈપીએસ અધિકારીઓને ‘સિલેક્શન ગ્રેડ’માં બઢતી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યપાલના આદેશ મુજબ પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.

આ બઢતી હેઠળ સંબંધિત અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-13 (રૂ. 1,23,100 થી 2,15,900)નું ઉચ્ચ પગાર ધોરણ ફાળવવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજ્ય પોલીસ બેડામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

સિલેક્શન ગ્રેડમાં બઢતી મેળવનારા IPS અધિકારીઓની યાદી:
1. રાહુલ ત્રિપાઠી – ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (S.O.G.), અમદાવાદ શહેર
2. હિમકર સિંહ – ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઇકોનોમિક વિંગ), અમદાવાદ શહેર
3. રોહન આનંદ – સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (એન્ટી ઇકોનોમિક ઓફેન્સ વિંગ), CID ક્રાઇમ, ગાંધીનગર
4. યશપાલ ધીરજભાઈ જગાણીયા – સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (વેસ્ટર્ન રેલવે), અમદાવાદ
5. મનીષ સિંહ – હાલ કેન્દ્રીય ડેપ્યુટેશન પર એસપી (BPR & D), નવી દિલ્હી (પ્રોફોર્મા બઢતી)
6. એમ. જે. ચાવડા – સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), ગાંધીનગર
7. ઉષા બી. રાડા – સુપ્રિટેન્ડન્ટ, મધ્યસ્થ જેલ, વડોદરા

ગૃહ વિભાગના આદેશ અનુસાર આ બઢતી 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. નવા વર્ષના પ્રથમ દિવસે જ થયેલી આ જાહેરાતને કારણે પોલીસ વિભાગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તેમજ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સંબંધિત કચેરીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

WCEF 2026 In Gandhinagar: કચરામાંથી કરોડોની કમાણી.. Innovative Waste-to-Wealth..

Gandhinagarમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં WCEF-2026નું ઉદ્ઘાટન; 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ બન્યા સહભાગી Gandhinagar, 15 સપ્ટેમ્બર : પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને જોડીને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાતા ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’નો Gandhinagarના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં અંદાજે 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, સંસાધનોના કાર્યક્ષમ…