હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને લઈ કૃષિ વિભાગે પાક રક્ષણ માટે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો વિગત

ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતીકાલ તા. 01 જાન્યુઆરી-2026 સુધીમાં રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કૃષિ વિભાગે ખેડૂતોના પાકને નુકશાનથી બચાવવાના કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા અગમચેતીના પગલાઓ અનુસરવા રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે.

માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાં:
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા

આ સિવાય પાકને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું રોકવું જેથી પાક નુકશાનીથી બચી શકાય.

-ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવો
-જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો
-APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા
-APMCમાં અનાજ અને ખેત પેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા
-આ ઉપરાંત APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી જેથી નુકશાની અટકાવી શકાય

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

BardaLion: સિંહોના પુનર્વસવાટ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય,પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન 2026 Best

BardaLionના પુનર્વસવાટ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન કરાયું BardaLion પોરબંદર, રાણાવાવ, ભાણવડ અને કુતિયાણા રેન્જને એકીકૃત વહીવટી માળખા હેઠળ આવરી લેવાઈ | બે મદદનીશ વન સંરક્ષકની નિમણૂકની વ્યવસ્થા | વન સંરક્ષણ અને વન્યજીવ વ્યવસ્થાપનને મળશે વહીવટી આધાર ગાંધીનગર: ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને બરડા અભયારણ્ય વિસ્તારમાં તેમના પુનર્વસવાટને વધુ સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે મહત્વનો વહીવટી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી વન વિભાગની રેન્જ અને બીટની નવી રચના સાથે અધિકારીઓની જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે. સાથે જ પોરબંદર જિલ્લાના વન અને પર્યાવરણ સંબંધિત પ્રશ્નોના ઝડપી નિરાકરણ તથા વન્યજીવ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા…

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…