રાજ્યમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કમોસમી વરસાદની શક્યતા, જાણો હવામાન વિષે

ગુજરાત રાજ્યમાં વર્ષના અંતે અને નવા વર્ષની શરૂઆત સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. આ સાથે 2025ની વિદાય અને નવા વર્ષની શરૂઆત વરસાદી માહોલ સાથે થવાની સંભાવના છે.

પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર કચ્છના તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લામાં માવઠાની શક્યતા છે. દરિયાકાંઠાના ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથમાં હળવા ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ તેમજ વાવ-થરાદ વિસ્તારમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું
રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપમાનના પારા ગગડતા લોકો ઠંડીનો વધુ અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાક દરમિયાન ઠંડીમાં હજુ વધારો થવાની શક્યતા છે. હાલમાં 10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. દાહોદમાં 11.1 ડિગ્રી અને ડાંગમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગર અને ડીસામાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 14.8 ડિગ્રી અને વડોદરામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અંબાલાલ પટેલની અગાઉની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 27 ડિસેમ્બરના રોજ આગાહી કરી હતી કે રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન કડકડતી ઠંડી પડશે. ભારે પવન સાથે ઠંડા પવનો ફૂંકાશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડા પવનોનો પ્રભાવ રહેશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં ઘટાડો થશે, પરંતુ 10 જાન્યુઆરી બાદ ફરી પવન ફૂંકાવા સાથે ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ઉત્તરાયણ દરમિયાન પણ ઠંડી સાથે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કેરળ 2026 : KERALA RAIN TRAGEDY: કેરળમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વરસાદી દુર્ઘટનાઓમાં 15 લોકોના મોત, 7 લાપતા!

કેરળમાં સતત ભારે વરસાદના કારણે પૂર, ભૂસ્ખલન અને વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓમાં 15 લોકોના મોત અને 7 લોકો ગુમ હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી તેજ કરી છે. કેરળમાં મેઘરાજાનો કહેર, અનેક જિલ્લાઓમાં ગંભીર પરિસ્થિતિ દક્ષિણ ભારતનું રાજ્ય કેરળ ફરી એકવાર ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓ જોખમી સપાટીથી ઉપર વહે રહી છે, અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 15 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે 7 લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્ય…

વરસાદની આફત: TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી, હવે આ તારીખે યોજાશે મેગા ટેસ્ટ : 2026 Urgent

TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી: ભારે વરસાદને કારણે હવે 8 ઓગસ્ટે યોજાશે પરીક્ષા  ભારે વરસાદની આગાહી અને IMDની ચેતવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે TAT-HS મુખ્ય પરીક્ષા મુલતવી રાખી છે. હવે પરીક્ષા 8 ઓગસ્ટે યોજાશે. જાણો સંપૂર્ણ વિગતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB) દ્વારા ટેટ (ઉચ્ચ માધ્યમિક) મુખ્ય પરીક્ષા (TAT-HS Main Examination) મુલતવી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ પરીક્ષા 2 ઓગસ્ટના રોજ યોજાવાની હતી, પરંતુ હવે તે 8 ઓગસ્ટના રોજ યોજાશે. આ નિર્ણયથી રાજ્યભરના હજારો ઉમેદવારોને રાહત મળી છે, કારણ કે ભારે વરસાદને કારણે મુસાફરી, પરીક્ષા કેન્દ્ર સુધી…