ODI ક્રિકેટ ઇતિહાસમાં ભારતના ફક્ત 5 ખેલાડીનું નામ, કોહલી નથી આ ખાસ લિસ્ટમાં !

ભારતીય ટીમ માટે ODI માં પહેલી બેવડી સદી સચિન તેંડુલકરે ફટકારી હતી, અને અત્યાર સુધીમાં પાંચ ભારતીય બેટ્સમેનોએ ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે. આમાં સચિન, રોહિત શર્મા, શુભમન ગિલ, ઈશાન કિશન અને વીરેન્દ્ર સેહવાગનો સમાવેશ થાય છે.

સચિન તેંડુલકર
સચિન તેંડુલકરે ODI ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારી હતી. 2010 માં, તેંડુલકરે દક્ષિણ આફ્રિકા સામે 147 બોલમાં 25 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 200 રન બનાવ્યા હતા.

રોહિત શર્મા
રોહિત શર્મા એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ODI ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. તેણે 2013માં ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં 209 રન બનાવ્યા હતા. ત્યારબાદ 2014માં શ્રીલંકા સામેની ODIમાં 264 રન બનાવ્યા હતા. ત્યારબાદ, 2017માં, તેણે શ્રીલંકા સામેની ODIમાં 208 રન બનાવ્યા હતા.

વીરેન્દ્ર સેહવાગ
વીરેન્દ્ર સેહવાગે ODI ક્રિકેટમાં એક બેવડી સદી ફટકારી છે. 2011 માં, તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI માં 149 બોલમાં 219 રન બનાવ્યા હતા, જેમાં 25 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.

ઇશાન કિશન
ઇશાન કિશને ODI ક્રિકેટમાં પણ બેવડી સદી ફટકારી છે. 2022 માં, તેણે બાંગ્લાદેશ સામેની ODI માં 131 બોલમાં 209 રન બનાવ્યા, જેમાં 24 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા.

શુભમન ગિલ
શુભમન ગિલે ODI ક્રિકેટમાં પણ બેવડી સદી ફટકારી છે. 2023માં તેણે ન્યૂઝીલેન્ડ સામે 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 208 રન બનાવ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ambaji Mohanthal Prasad Awarded Official GI Tag 2026: જય અંબે! અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળની ગરિમા વધી..

Ambajiના મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટૅગ, ગુજરાતની ધાર્મિક પરંપરાને મળી સત્તાવાર ઓળખ બનાસકાંઠાના શક્તિપીઠ Ambajiના પ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે મોહનથાળને GI ટૅગ આપવામાં આવ્યો છે. સત્તાવાર રજિસ્ટ્રીના રેકોર્ડ મુજબ આ નોંધણીનું પ્રમાણપત્ર 1 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવરાત્રિના પ્રથમ નોરતે, 11 ઓક્ટોબરે અંબાજીના ચાચર ચોકમાં યોજાયેલા સમારોહ દરમિયાન ટ્રસ્ટને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ માન્યતા સાથે Ambajiના મોહનથાળને માત્ર ધાર્મિક પ્રસાદ તરીકે જ નહીં, પરંતુ ચોક્કસ સ્થળ સાથે જોડાયેલી વિશિષ્ટ પરંપરાગત ખાદ્ય ઓળખ તરીકે પણ સત્તાવાર માન્યતા મળી છે. અંબાજી મંદિરના લાખો…

Dholera સ્માર્ટ સિટીના નામે ₹2,676 કરોડનું કથિત કૌભાંડ… Breakthrough

Dholera સ્માર્ટ સિટીના નામે ₹2,676 કરોડનું કથિત કૌભાંડ! 47 હજારથી વધુ રોકાણકારો સાથે છેતરપિંડીના આરોપ, EDએ ₹34.91 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી અમદાવાદ: ગુજરાતના Dholera સ્માર્ટ સિટીના નામે પ્લોટિંગ અને ઊંચા વળતરની લાલચ આપીને હજારો રોકાણકારો સાથે કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાનો મોટો મામલો સામે આવ્યો છે. નેક્સા એવરગ્રીન ગ્રૂપ સામે નોંધાયેલા આ કેસમાં ₹2,676 કરોડના પોંઝી કૌભાંડના આરોપો છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના જયપુર ઝોનલ કાર્યાલયે ₹34.91 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હોવાની માહિતી સામે આવી છે. આરોપ મુજબ, ગ્રૂપે Dholeraસ્માર્ટ સિટીમાં પ્લોટિંગ અને દર અઠવાડિયે 3 ટકા વળતર આપવાની લાલચ આપીને 47 હજારથી વધુ રોકાણકારોને પોતાની યોજનાઓમાં રોકાણ કરવા પ્રેર્યા હતા. EDની કાર્યવાહી હેઠળ અમદાવાદ, Dholera, ધંધૂકા, સીકર અને ગોવા સહિતના વિસ્તારોમાં આવેલી સંપત્તિઓનો સમાવેશ…