ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ: હાઈ કમિશનરને એક અઠવાડિયામાં બીજી વખત સમન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મંગળવારે ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાજ હમીદુલ્લાને સમન મોકલ્યું છે, આ એક અઠવાડિયામાં બીજી વખત છે. ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશી રાજદૂતને બોલાવીને પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે.

સુરક્ષા પડકાર અને ખુલ્લા દાવા-આક્ષેપ:
MEAના જણાવ્યા અનુસાર, ઢાકામાં ભારતીય મિશન આસપાસ કેટલાક કટ્ટરપંથી તત્વો સુરક્ષાના પડકાર ઊભા કરી રહ્યા છે. બાંગ્લાદેશે નવી દિલ્હીમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સમન મોકલ્યું હતું અને સિલિગુડી વિઝા કેન્દ્રમાં તોડફોડ અંગે “ગંભીર ચિંતા” વ્યક્ત કરી હતી.

શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં માહોલ તણાવભર્યો છે. પ્રદર્શનકારોએ બાંગ્લાદેશમાં આ હત્યાની પાછળ ભારતીય હસ્તક્ષેપનો દાવો કર્યો હતો, જ્યારે મેમનસિંહમાં હિન્દુ મજૂર દીપુ ચંદ્ર દાસને ભીડે માર માર્યા બાદ મોતને ઘેરી દીધું. આ ઘટનાથી ભારતમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તાજેતરમાં ફેલાવાયેલ ખોટા નેરેટિવને અત્યાર સુધી કોઈ કડક પુરાવા સાથે સમર્થન મળ્યું નથી. બંને દેશો વચ્ચે તણાવ સતત ઉંચા સ્તરે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભારતમાં એપ્રિલ-મે 2027થી પોલિમર નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે, RBI ગવર્નરે આપ્યો સંકેત

ભારતીય ચલણ વ્યવસ્થામાં આગામી વર્ષે એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દેશમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક બેંકનોટ્સ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટીની (MPC) ત્રણ દિવસીય બેઠક પૂર્ણ થયા બાદ જણાવ્યું કે જો તમામ તૈયારીઓ યોજના મુજબ પૂર્ણ થશે તો એપ્રિલ-મે 2027થી પ્લાસ્ટિક નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે છે. શરૂઆતમાં ઓછી કિંમતની નોટોને પોલિમર સ્વરૂપમાં બજારમાં ઉતારવામાં આવશે અને ત્યારબાદ તેના પરિણામોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. ભારતમાં ગવર્નરે જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ₹10, ₹20 અને ₹50 જેવી નાની મૂલ્યની નોટો ખૂબ ઝડપથી ગંદી થઈ જાય છે અથવા ફાટી જાય છે. આ નોટોને વારંવાર બદલવી પડતી હોવાથી દર વર્ષે મોટી…

કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…