કંગાળ પાકિસ્તાન માટે વિશ્વ બેંક બની ‘તારણહાર’: ₹6270 કરોડનું પેકેજ, શું જનતાના દિવસો બદલાશે?

ભયાનક આર્થિક સંકટ અને મોંઘવારીના જોરદાર દબાણમાં ઘેરાયેલા પાકિસ્તાન માટે રાહતના સમાચાર આવ્યા છે. વિશ્વ બેંકે શનિવારે (20 ડિસેમ્બર) પાકિસ્તાનની સુસ્ત અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે $700 મિલિયન (આશરે ₹62,70,41,45,000)ની લોન મંજૂર કરી છે. આ સહાય PRID (Public Resources for Inclusive Development) પ્રોગ્રામ હેઠળ આપવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં જાહેર સેવાઓ અને નાણાકીય માળખું મજબૂત બનાવવાનો છે.

લોનના મહત્વપૂર્ણ હિસ્સા
– $600 મિલિયન ફેડરલ (કેન્દ્રીય) કાર્યક્રમો માટે ફાળવવામાં આવ્યા.
– બાકીના $100 મિલિયન સિંધ પ્રાંતમાં વિકાસલક્ષી યોજનાઓ માટે.
– શાળાઓ, ક્લિનિક્સ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રોમાં રોકાણ વધારવાની આશા.

વિશ્વ બેંકનો મેસેજ
વિશ્વ બેંકના પાકિસ્તાન ડાયરેક્ટર બોલોર્મા અમગાબઝારે જણાવ્યું કે, પાકિસ્તાને આર્થિક વિકાસ માટે સ્થાનિક સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરવો પડશે. લોન માત્ર નાણાકીય સહાય નથી, પરંતુ પાકિસ્તાનને પારદર્શક કર પ્રણાલી અને મજબૂત ડેટા મેનેજમેન્ટ તરફ દોરવાનો પ્રયાસ છે.

જાણકારોની ચેતવણી
જાણકારો માને છે કે આ લોન માત્ર અસ્થાયી રાહત પૂરતી હોઈ શકે છે. દેશ પર વિદેશી દેવું એટલું વધી ગયું છે કે નવી લોનનો મોટો હિસ્સો જૂના દેવાના વ્યાજ માટે જ જતો રહે છે. વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી ટોબિયાસ અખ્તરે ચેતવણી આપી છે કે ત્યાં સુધી સ્થિરતા લાવવી મુશ્કેલ રહેશે જ્યાં સુધી પાકિસ્તાની સરકાર સંસ્થાકીય સુધારા ન કરે.

હવે જુઓ, પાકિસ્તાને આ ₹6270 કરોડનો સાચો ઉપયોગ કરીને જનતાના જીવનમાં સુધારો લાવશે કે ફરી ભ્રષ્ટાચાર અને નાણાકીય અવ્યવસ્થાની ભેટ ચડી જશે. આ પગલાં દેશ માટે મહત્વપૂર્ણ છે, પરંતુ યોગ્ય અમલ વગર તેનો અસરકારક લાભ શક્ય નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…