બેંકિંગ ક્ષેત્રમાં મોટો ફેરફાર: હવે બેંકોના જોખમ પ્રમાણે નક્કી થશે ડિપોઝિટ વીમો, જાણો વિગત

ભારતીય બેંકિંગ વ્યવસ્થાને વધુ મજબૂત, જવાબદાર અને પારદર્શક બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતો નિર્ણય લીધો છે. હૈદરાબાદમાં યોજાયેલી RBI સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 620મી બેઠકમાં બેંકો માટે જોખમ-આધારિત ડિપોઝિટ વીમા માળખા (Risk-based Deposit Insurance Framework) ને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ નવા માળખા હેઠળ હવે તમામ બેંકો માટે ડિપોઝિટ વીમાનું પ્રીમિયમ સમાન નહીં રહે, પરંતુ બેંકના જોખમના સ્તર અનુસાર નક્કી થશે.

શું છે જોખમ-આધારિત ડિપોઝિટ વીમો?
હાલ સુધી બેંકો તેમના જોખમની પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના સમાન દરે ડિપોઝિટ વીમાનું પ્રીમિયમ ચૂકવતી હતી. પરંતુ હવે જે બેંકનું વ્યવસાય મોડેલ વધુ જોખમી હશે, તેને વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે. જ્યારે મજબૂત નાણાકીય સ્થિતિ અને સારા જોખમ વ્યવસ્થાપન ધરાવતી બેંકો પર ઓછો ભાર પડશે.

RBIનું માનવું છે કે આ નિર્ણય બેંકોને વધુ શિસ્તબદ્ધ કામગીરી, સારા ગવર્નન્સ અને મજબૂત જોખમ વ્યવસ્થાપન તરફ પ્રેરિત કરશે. સાથે જ, થાપણદારોના હિતોનું રક્ષણ પણ વધુ અસરકારક રીતે થશે.

આર્થિક સ્થિતિ અને ભવિષ્યના રોડમેપ પર ચર્ચા
આ બેઠક RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિ, બેંકિંગ ક્ષેત્ર સામેના પડકારો અને ભવિષ્યની વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ સાથે જ, બોર્ડે વર્ષ 2024-25 માટેના ‘ભારતમાં બેંકિંગના વલણ અને પ્રગતિ’ (Trend and Progress of Banking in India) ના ડ્રાફ્ટ રિપોર્ટની પણ સમીક્ષા કરી. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય બેંકિંગ વ્યવસ્થાને સ્થિર અને સુરક્ષિત રાખવા અંગે નિષ્ણાતોએ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા.

નાની અને મધ્યમ બેંકો માટે મહત્વપૂર્ણ નિર્ણય
નિષ્ણાતોના મતે RBIનો આ નિર્ણય ખાસ કરીને નાની અને મધ્યમ કક્ષાની બેંકો માટે મહત્વનો સાબિત થશે. કારણ કે હવે બેંકની વિશ્વસનીયતા, જોખમ વ્યવસ્થાપન અને નાણાકીય શિસ્તનો સીધો પ્રભાવ તેમના વીમા પ્રીમિયમ પર પડશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…