મુંબઈમાં શિલ્પા શેટ્ટીના ઘરે IT રેડ, બેંગાલુરૂના રેસ્ટોરન્ટ મામલે તપાસ તેજ

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ છે. તેમના રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે જોડાયેલા મામલે ઇન્કમ ટેક્સ વિભાગે મુંબઈમાં તેમના ઘરે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી બેંગાલુરૂ સ્થિત તેમના રેસ્ટોરન્ટ ‘બેસ્ટિયન’ સાથે સંકળાયેલી કથિત નાણાકીય અનિયમિતતાઓ અને ટેક્સ લેવડ-દેવડની તપાસ અંતર્ગત કરવામાં આવી છે.

માહિતી અનુસાર, ઇન્કમ ટેક્સ વિભાગે ગઈકાલે (17 ડિસેમ્બર) મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા બેસ્ટિયન રેસ્ટોરન્ટ પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ આજે (18 ડિસેમ્બર) શિલ્પા શેટ્ટીના મુંબઈ સ્થિત નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વિભાગને શંકા છે કે રેસ્ટોરન્ટના બિઝનેસમાં આવક, રોકાણ અને ટેક્સ ચુકવણીને લઈને ગડબડ થઈ હોઈ શકે છે.

આ કાર્યવાહી માત્ર મુંબઈ સુધી સીમિત નથી. ઇન્કમ ટેક્સ વિભાગે બેંગાલુરૂમાં પણ રેસ્ટોરન્ટ અને તેની સાથે જોડાયેલી કંપનીઓના નાણાકીય દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે. અધિકારીઓ વિવિધ ખાતાં, ટ્રાન્ઝેક્શન અને બિઝનેસ મોડલની તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બુધવારે રેસ્ટોરન્ટ સામે નોંધાયો કેસ
ઉલ્લેખનીય છે કે બુધવારે બેંગાલુરૂ પોલીસે બેસ્ટિયન સહિત બે રેસ્ટોરન્ટ સામે નક્કી સમયથી વધુ સમય સુધી સંચાલન કરવાના આરોપમાં કેસ નોંધ્યો હતો. બેસ્ટિયન ગાર્ડન સિટી રેસ્ટોરન્ટમાં શિલ્પા શેટ્ટીની આશરે 50 ટકા ભાગીદારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ મામલે ચર્ચ સ્ટ્રીટ સ્થિત બેસ્ટિયન ગાર્ડન સિટી સામે નોંધાયેલી ફરિયાદ બાદ શિલ્પા શેટ્ટીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર નિવેદન જાહેર કરીને તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે તેમના વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને પ્રેરિત છે તથા કાયદાકીય આધાર વગર મુદ્દાને ગુનાહિત રૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં ઇન્કમ ટેક્સ વિભાગની તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે આગળની કાર્યવાહી અને હકીકતો સ્પષ્ટ થવાની શક્યતા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…