PM મોદીના આગમનથી ઓમાન ‘મોદી.. મોદી’ના નારાથી ગુંજી ઉઠ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઓમાન પ્રવાસ દરમિયાન મસ્કતમાં ભવ્ય સ્વાગત જોવા મળ્યું હતું. પીએમ મોદીના આગમન સાથે જ શહેર ‘મોદી, મોદી’ના નારાથી ગુંજી ઉઠ્યું. રસ્તાઓ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ત્રિરંગા લહેરાવીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદી મસ્કત એરપોર્ટ પર ઉતરતાં જ ઓમાનના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સૈદ એરપોર્ટ પર વ્યક્તિગત રીતે હાજર રહી તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાઈ હતી.

ભારત-ઓમાન વચ્ચે વ્યૂહાત્મક સહકાર મજબૂત થવાના સંકેત
આ બેઠકને ભારત અને ઓમાન વચ્ચે વધતા દરિયાઈ સુરક્ષા પડકારો અને સંરક્ષણ સહકારના પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નિષ્ણાતો મુજબ, આ મુલાકાત બંને દેશો વચ્ચે એક મજબૂત અને વ્યૂહાત્મક ભાગીદારી તરફ ઈશારો કરે છે.

મસ્કતમાંથી સામે આવેલી તસવીરો ગલ્ફ ક્ષેત્રમાં ભારતની વધતી કૂટનીતિ અને વ્યૂહાત્મક હાજરીને સ્પષ્ટ કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આવનારા દિવસોમાં સંરક્ષણ ક્ષેત્રમાં કોઈ મોટી અને આશ્ચર્યજનક જાહેરાત થવાની શક્યતા છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચી શકે છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in

Related Posts

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, લાગ્યો હતો મોટો આરોપ

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમની સામેના સાપના ઝેરના કેસને ફગાવી દીધો છે. યુટ્યુબર પર નવેમ્બર…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…