પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાનો લાભ મેળવવા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, 22માં હપ્તાનો લાભ વિના વિલંબે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઇડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામીણ કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે. ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

અહી થશે ખેડૂત નોંધણી
આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર-CSC અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકાશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…