ધોળકામાં ફૂડ પોઈઝનિંગની ઘટના, 100થી વધુ લોકોને હોસ્પિટલ ખસેડાયા

ધોળકાના પોપટપરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બની છે. જમણવારમાં 1000થી વધુ લોકો હાજર હતા અને આશરે 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ હતી.

તાત્કાલિક કાર્યવાહી
સિવિલ પોલીસ અને સાતથી વધુ એમ્બ્યુલન્સ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

હાલની સ્થિતિ
ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ જણાવ્યું છે કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ અસરગ્રસ્તો માટે તબીબી વ્યવસ્થા ઉપલબ્ધ છે. જે લોકોને જમણવાર પછી ઘરે ગયા છે, તેમને પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને જરૂરી સારવાર આપવામાં આવશે.

પ્રાથમિક તારણ
પ્રાથમિક તપાસમાં જણાયું છે કે આ ફૂડ પોઈઝનિંગ લગ્ન પ્રસંગમાં પરેલા ભોજનને કારણે થયું હોવાનું લાગી રહ્યું છે. વધુ તપાસ ચાલુ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

“હું આ જવાબદારીથી પાછળ હટીશ નહીં.” – PM મોદી, બંગાળમાં કઈ જવાબદારીની વાત કરી!

બંગાળમાં PM મોદીની બંગાળ ચૂંટણી સંદર્ભે આ છેલ્લી ચૂંટણી રેલી હતી. તેમ છતાં, તેમણે કહ્યું કે રેલીઓમાં તેમણે જોયેલા જબરદસ્ત ઉત્સાહ અને જાહેર સમર્થનથી તેમને ખાતરી થઈ ગઈ કે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ જોવા માટે તેમને 4 મે પછી બંગાળ પાછા ફરવું પડશે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે, PM નરેન્દ્ર મોદીએ એક વિશાળ રેલી યોજી અને રેલી દરમિયાન, તેમણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “બંગાળની સુરક્ષા અને વિકાસ હવે મારી જવાબદારી છે.” તો કેમ આવુ કહ્યું PM મોદીએ ?

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતના ભાગરૂપે 1 થી 5 મે 2026 દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ સુરતમાં યોજાશે

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતના ભાગરૂપે 1 થી 5 મે 2026 દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ સુરતમાં યોજાશે * VGRE 2026 સમગ્ર દક્ષિણ ગુજરાતમાં MSME,…