‘પરીક્ષા પે ચર્ચા 2026’: 9મી આવૃત્તિ જાન્યુઆરીમાં, 1 ડિસેમ્બરથી સ્પર્ધા શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ સાથેના અનોખા ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ, ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિ જાન્યુઆરી-2026માં યોજાવાની છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ધોરણ-6 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો – વાલીઓ માટે તા. 1 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી 2026 દરમિયાન https://innovateindia1.mygov.in પર ઓનલાઈન MCQ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા દ્વારા સહભાગીઓને તેમના પ્રશ્નો વડાપ્રધાનને સંબોધવા માટે આમંત્રિત કરવામાં આવે છે. NCERT દ્વારા શોર્ટલીસ્ટ કરવામાં આવેલા પસંદગીના પ્રશ્નોનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સહભાગીઓને NCERT દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ કાર્યક્રમના પ્રચાર-પ્રસાર માટે શાળાઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને #PPC2026 ટેગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ તથા શાળાઓ પોતાના પોસ્ટર-ક્રિએટિવ વિડિયો વગેરે બનાવીને પણ પોસ્ટ કરી શકે છે, જેમાંથી પસંદ કરેલા વિડિયોઝને MyGov પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવશે.

‘પરીક્ષા પે ચર્ચા-2026’ કાર્યક્રમમાં મહત્તમ વિદ્યાર્થીઓ સહભાગી થાય તે માટે રાજ્યની તમામ શાળાઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ અંગે જરૂરી જાણકારી આપવા શાસનાધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને શિક્ષણાધિકારીઓને જાણ કરવામાં આવી છે.

જિલ્લાની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે તેમજ અન્ય તમામ બોર્ડ સાથે સંલગ્ન શાળાઓના ધોરણ-6 થી 12ના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માટે પસંદગીની તક મેળવી તેમાં મહત્તમ વિદ્યાર્થીઓ સહભાગી થાય તે માટે શાળાઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Bhadranમાં નશામુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમ: નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગુટખા, નશાના નુકસાન અંગે Policeની સમજ

આણંદ જિલ્લાના Bhadran પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે નશામુક્ત ભારત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરણ પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને યુવાનોને નશામુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને NDPS કાયદા, નશીલા પદાર્થોથી સર્જાતા ગુનાઓ અને ગુટખા-તમાકુના સેવનથી થતા ગંભીર આરોગ્ય જોખમો અંગે માહિતી આપવામાં આવી હતી. PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, Bhadran ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલી CBSE સાથે સંકળાયેલી જવાહર નવોદય વિદ્યાલય છે. સત્તાવાર CBSE રેકોર્ડમાં પણ આ સંસ્થાનું સરનામું ભાદરણ, જિલ્લા આણંદ, ગુજરાત તરીકે નોંધાયેલું છે. પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આ જાગૃતિ કાર્યક્રમમાં Bhadran પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જી.…

Angan Milan Seva Utsav Bopal Ahmedabad 2026: આંગણવાડી-૬ માં ભૂલકાંઓ વચ્ચે CM.. Nurturing..

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Bopal આંગણવાડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત, બાળકો સાથે કર્યો સહજ સંવાદ Bopal વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સેવાકીય અને લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે અમદાવાદના Bopal ખાતે આવેલી આંગણવાડીમાં ‘આંગણ મિલન સેવા’ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોત્સાહક ઉપસ્થિતિ આપી બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને આંગણવાડીની કામગીરી તથા બાળકોને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. Bopal સ્થિત આંગણવાડી-6 ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકોના પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા 6 માસથી 3 વર્ષ સુધીની…