અમદાવાદ-દિલ્હી કોરિડોર પર તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાથી હવાઈ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઇટ્સ રદ્દ થવાના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને તેમના ગંતવ્ય પર પહોંચવા માટે વિકલ્પ રૂપ પરિવહન સાધનની તાત્કાલિક જરૂરિયાત અનુભવી હતી.
મુસાફરોની વધતી માંગ અને મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેે અમદાવાદ સાબરમતી સ્ટેશન અને દિલ્હી જંક્શન વચ્ચે ‘ઓન ડિમાન્ડ (TOD) સ્પેશ્યલ ટ્રેન’ ચલાવવાની જાહેરાત કરી છે. આ સ્પેશ્યલ ટ્રેનનો મુખ્ય હેતુ એ છે કે ફ્લાઇટ રદ્દ થવાની સ્થિતિમાં મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમને વિશ્વસનીય, સુરક્ષિત અને સમયસર મુસાફરી સુવિધા મળી શકે.
વિશેષ ટ્રેનનું સંચાલન મુસાફરોની વાસ્તવિક માંગને આધારે કરવામાં આવશે, જે રેલવેની મુસાફરો પ્રત્યે સંવેદનશીલતાને દર્શાવે છે. આ પહેલ તહેવારો અને રજાકાળ દરમિયાન, જ્યારે મુસાફરીની માંગ ટોચ પર હોય છે, ત્યારે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
સ્પેશ્યલ ટ્રેન દ્વારા મુસાફરોને કિફાયતી દરે અનુકૂળ મુસાફરી વિકલ્પ મળશે, જેનાથી અમદાવાદ અને દિલ્હી વચ્ચે સતત અને સરળ અવરજવર સુનિશ્ચિત રહેશે. પશ્ચિમ રેલવેનું મુખ્ય લક્ષ્ય મુસાફરોને મુશ્કેલી-મુક્ત મુસાફરી સુવિધા પૂરી પાડવાનું છે, અને આ નિર્ણય હવાઈ મુસાફરો માટે મોટી રાહત લાવશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






