ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો, જાણો વિગત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાઓને યોગ્ય તકો અને રોજગાર અવસરો આપીને તેમની અસીમશક્તિને વિકસિત રાષ્ટ્ર – વિકસિત રાજ્યના નિર્માણમાં જોડવાના આપેલા વિચારને રાજ્યમાં સાકાર કરવાનો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.આ હેતુસર તેમણે રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રી ના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCની રચના કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ વહીવટી સુધારણા પંચ-GARCનો છઠ્ઠો ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ બુધવારે ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો. GARCએ અત્યાર સુધીમાં રાજ્ય સરકારને પાંચ ભલામણ અહેવાલો સોંપ્યા છે.

મુખ્યમંત્રી ને બુધવારે સુપ્રત કરવામાં આવેલા છઠ્ઠા અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવાની નવ જેટલી ભલામણો કરવામાં આવેલી છે. GARCના આ છઠ્ઠા અહેવાલમાં જે મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે તે અનુસાર,

1. ભરતી પ્રક્રીયા પૂરી કરવા માટેની નિશ્ચિત ટાઇમલાઇન
જે ભરતી પ્રક્રિયામાં ત્રણ સ્ટેજ હોય તે 9 થી 12 મહિનામાં અને જેમાં બે સ્ટેજ હોય તે પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂરી કરવાની તથા ભવિષ્યમાં આ સમયગાળાથી પણ ઓછા સમયમાં ભરતી પ્રક્રિયા પૂરી થાય તે મુજબની ભલામણ કરવામાં આવી છે.

2. સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)
સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડરો માટે સંયુક્ત પ્રિલિમ્સ તથા વિષયવાર મેઈન્સ પરીક્ષા યોજીને ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા અને તેનાથી સમાન પ્રકારની કેડર માટે અલગ-અલગ પરીક્ષા પાછળ થતા વહીવટી અને નાણાંકીય ખર્ચમાં ઘણો ઘટાડો કરીને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઇ શકે તેમ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે.

3. દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો
દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો દ્વારા ઓનલાઇન માંગણાપત્રક સબમિટ કરવાની વ્યવસ્થા સાથે ભરતી નિયમો, પરીક્ષા નિયમો તેમજ ટ્રેનિંગ નિયમો માટે એક કેન્દ્રિય સેલની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે. આના પરિણામે, ભરતી પ્રક્રીયા માટે જરૂરી નિયમો ખૂબ ઝડપથી આખરી થઇ શકશે અને ભરતી પ્રક્રિયા ઝડપી બનશે તેમ આ છઠ્ઠા ભલામણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

4. સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન (IASS)
હાલ થતી મેન્યુઅલ ચકાસણીને બદલે સંપૂર્ણપણે ડિજિટલ દસ્તાવેજ ચકાસણી તથા ડિજી-લોકરની જેમ જ API-લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રીની રચનાથી ભરતી કરતી સંસ્થા અને સરકારી વિભાગો વચ્ચે ઉમેદવારોના દસ્તાવેજો સરળતાથી મોકલી શકાશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ખૂબ અસરકારક બનશે તેમ આ અહેવાલમાં સૂચવવામાં આવ્યુ છે.

5. કેન્ડિડેટ ફ્રેન્ડલી – એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ
ઉમેદવાર આધારિત યુનિક ID પર એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ, જેમાં અરજીથી લઈને નિમણૂક સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ટ્રૅક કરી શકાય તેવી વ્યવસ્થા સાથે જિલ્લાવાર પોસ્ટિંગ માટે ડિજિટલ માધ્યમથી જિલ્લા પસંદગીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ભલામણ પણ GARCના આ અહેવાલમાં થઈ છે.

6. રિક્વિઝિશનથી નિમણૂક સુધી સંપૂર્ણ ડિજિટલ વર્કફ્લો
એકીકૃત ડિજિટલ પોર્ટલ દ્વારા તમામ સ્ટેકહોલ્ડર્સ (વિભાગો–એજન્સીઓ–ઉમેદવારો) વચ્ચે માહિતીની આપ-લે શક્ય બનશે અને ઉમેદવારોએ એક જ પ્રકારના દસ્તાવેજો વારેઘડિયે અલગ અલગ ભરતી સંસ્થાઓ સમક્ષ રજૂ કરવાની જરૂરિયાત ન રહે તેવી વ્યવસ્થાથી ઇઝ ઓફ ડૂંઇગ બિઝનેસના અભિગમ સાથે એકરૂપતાની ભલામણ કરવામાં આવેલી છે.

7. ભરતી એજન્સીઓની ક્ષમતામાં વધારો અને પુનર્ગઠન
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ તબીબી તજજ્ઞોની ભરતી માટે નવા મેડિકલ સર્વિસીસ રિક્રુટમેન્ટ બોર્ડ (MSRB)ની રચના કરવાની તેમજ GSSSB, GPSSB અને GPRBને ગુજરાત જાહેર સેવા આયોગની સમકક્ષ જરૂરી વહીવટી અને આર્થિક સ્વાયત્તતા આપવાની ભલામણ આ અહેવાલમાં થઈ છે.

8. Computer-Based પરીક્ષાઓનો વ્યાપક ઉપયોગ
રાજ્યમાં શક્ય તેટલી પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત (Computer Based) લેવામાં આવે અને આવી પરીક્ષાની અસરકારક દેખરેખ માટે દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરીંગ યુનિટ (EMU)ની સ્થાપના કરવામાં આવે તેવુ પણ સૂચવવામાં આવેલું છે.

9. 10 વર્ષનું ભરતી કેલેન્ડર
દરેક વિભાગ માટે ભવિષ્યની જરૂરિયાતો આધારિત 10 વર્ષના ભરતી કેલેન્ડરની સમીક્ષા હાથ ધરીને ખૂબ જ અગત્યતી ઇમરજન્સી સર્વિસ તેમજ ક્રિટિકલ કેડરની ઓળખ કરીને શક્ય તેટલી ઝડપથી ભરતી કરવાની ભલામણ GARCએ કરી છે.

દેશના વિકાસમાં અગ્રેસર ગુજરાતના યુવાનોને ઝડપથી વધુ અને અસરકારક રોજગારીની તકો ઉપલબદ્ધ કરાવવાના સંકલ્પને આ ભલામણોથી પાર પાડી શકાશે.

એટલું જ નહિ, GARCએ સુચવેલી આ ભલામણો અમલમાં મુકાવાથી ભરતી પ્રક્રિયા એક વર્ષથી ઓછી સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે, રાજ્યના યુવાનોને સમયસર અને પારદર્શક રોજગારી તક પ્રાપ્ત થાય, લાંબા સમયથી પેન્ડિંગ ખાલી જગ્યાઓ ઝડપથી ભરાય અને સરકારની વહીવટીક્ષમતા અને જાહેર સેવા પ્રદાનમાં ગતિ આવે તેવો રાજ્ય સરકારનો અભિગમ સાકાર થશે.

મુખ્યમંત્રી ને GARCનો આ છઠ્ઠો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો તે અવસરે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠૌર, મુખ્યમંત્રી ના અધિક અગ્ર સચિવ મતી અવંતિકા સિંઘ, વહિવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવ હારિત શુક્લા તથા મુખ્યમંત્રી ના સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને GARCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.GARCના છઠ્ઠા અહેવાલની આ ભલામણો GARCની વેબસાઇટ https://garcguj.in/resources ઉપર અપલોડ કરવામાં આવેલી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…