ભારતીય અર્થતંત્રને મોટો આંચકો: રૂપિયો પહેલીવાર ₹90 ના સ્તર સુધી તૂટ્યો, જાણો વિગત

ભારતીય ચલણ રૂપિયાએ મંગળવારે તેની ઇતિહાસની સૌથી મોટી ગિરાવટ નોંધાવી. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 42 પૈસા તૂટીને ₹89.95 પ્રતિ ડોલરના સ્તર પર બંધ રહ્યો. દિવસ દરમિયાન રૂપિયો પહેલીવાર ₹90.00 ના મનોવૈજ્ઞાનિક અને અત્યંત સંવેદનશીલ સ્તર સુધી તૂટી પડ્યો, જેના કારણે બજારમાં ભારે ગભરાટ ફેલાયો.

રૂપિયામાં આટલી મોટી ગિરાવટ કેમ?
રૂપિયાના પતન પાછળ અનેક પરિબળો જવાબદાર છે:
– આયાતકારો દ્વારા ડોલરની ભારે માંગ
– વેપારીઓનું ડોલર વેચાણ

વિદેશી મૂડીની બહાર વેચાણ (FII Sell-off)
સોમવારે જ FIIએ શેરબજારમાંથી ₹1,171.31 કરોડનું વેચાણ કર્યું હતું, જેના કારણે બજાર પર દબાણ વધ્યું અને સેન્સેક્સ 503 પોઈન્ટ તૂટીને 85,138.27 પર બંધ રહ્યો.

કરન્સી નિષ્ણાતોની ચેતવણી
કોટક સિક્યોરિટીઝના કરન્સી નિષ્ણાત અનિંદ્ય બેનર્જીએ રૂપિયાની સ્થિતિને ગંભીર ગણાવી. તેમણે જણાવ્યું “₹90 નું સ્તર તોડવું જોખમી સંકેત છે. જો રૂપિયો વધુ નબળો પડે, તો તે ઝડપથી ₹91 અથવા વધુ સ્તર તરફ ધસી શકે છે.” તેમણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ને તાત્કાલિક અને આક્રમક હસ્તક્ષેપ કરવાની સલાહ આપી છે જેથી સટ્ટાબાજોને અટકાવી શકાય અને રૂપીમાં અતિશય ઉતાર-ચઢાવને નિયંત્રિત કરી શકાય.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈઝરાયલે South Pars Gas Field પર હુમલો કર્યો, ઈરાનની ખાડી દેશોને કડક ધમકી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ હવે વધુ ગંભીર બન્યો છે. ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્રોમાંના એક, South Pars Gas Field, પર તાજેતરમાં થયેલા હુમલાએ સમગ્ર ખાડી પ્રદેશમાં…

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…