સિડનીમાં આંતરરાષ્ટ્રીય બાળ શોષણ રેકેટનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ

ન્યૂ સાઉથ વેલ્સ પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે એક મોટું આંતરરાષ્ટ્રીય બાળ યૌન શોષણ રેકેટ ભેદી કાઢ્યું છે. પોલીસે સિડનીના અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડી ચાર મુખ્ય આરોપીઓને ધરપકડ કરી લીધી છે. આ લોકો પર નાના બાળકોના યૌન શોષણ જોડાયેલી સામગ્રી ઓનલાઇન શેર કરવાનો ગંભીર આરોપ છે.

એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ પરથી મળ્યા સંકેતો
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ અનુસાર તપાસ દરમિયાન એક એન્ક્રિપ્ટેડ ઓનલાઇન પ્લેટફોર્મ પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ નજરમાં આવી હતી. તપાસ આગળ વધતા જાણવા મળ્યું કે આરોપીઓનું નેટવર્ક એક આંતરરાષ્ટ્રીય બાળ શોષણ જૂથ સાથે જોડાયેલું હતું. ડિટેક્ટિવ સુપરિન્ટેન્ડેન્ટ જેન ડોહર્ટીએ જણાવ્યું કે આ કેસ સામાન્ય નહોતો, કારણ કે શેર કરવામાં આવેલી સામગ્રીમાં બાળકો પર અત્યાચાર કરતી વખતે ધાર્મિક વિધિઓ અને શૈતાની પ્રતીકોનો ઉપયોગ જોવા મળ્યો હતો.

દરોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત
ગયા ગુરુવારે કરાયેલા દરોડામાં પોલીસે અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે, જેમાં હજારો ગેરકાયદેસર વિડિઓઝ રાખવામાં આવ્યા હતા. આ સામગ્રીમાં અમુક મહિનાના શિશુઓથી લઈને 12 વર્ષ સુધીના બાળકો સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

વૈશ્વિક નેટવર્ક સાથે કડીઓ
પોલીસે જણાવ્યું કે આરોપીઓ એવા વૈશ્વિક નેટવર્કનો ભાગ હતા જ્યાં વિવિધ દેશોમાં બેઠેલા લોકો વચ્ચે સંવેદનશીલ અને ગેરકાયદેસર વીડિયો શેર કરવામાં આવતા હતા. આરોપીઓએ વીડિયો પોતે બનાવ્યા નહોતા, પરંતુ તેઓ તેને શેર કરતા અને તેના પર ચર્ચાઓ કરતા હતા. અધિકારીઓ હાલમાં વૈશ્વિક એજન્સીઓ સાથે મળીને પીડિતોની ઓળખ, વીડિયો ક્યાં રેકોર્ડ થયા અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે તેની તપાસ કરી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બે સંતાન ગુમાવનાર માતા માટે 108ની ટીમ બની ‘દેવદૂત’ : રિક્ષામાં જ કરાવી સફળ ડિલિવરી….

B india અમદાવાદ : અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા રણાસણ બ્રિજ ટોલ પ્લાઝા પાસે 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસૂચકતા, તબીબી કુશળતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યંત કટોકટીભરી સ્થિતિમાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ન હોવાથી 108ની EMTએ રિક્ષામાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના ખાસ એટલા માટે પણ ભાવુક બની હતી કે પ્રસુતાએ અગાઉની બે પ્રસુતિમાં પોતાના બંને બાળકો ગુમાવ્યા હતા. ત્રીજી વખત ગર્ભાવસ્થામાં ફરી એકવાર મુશ્કેલી ઊભી થતાં પરિવાર માટે સ્થિતિ ચિંતાજનક બની હતી. જોકે, યોગ્ય સમયે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક સારવાર શરૂ કરતાં અંતે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે મળ્યો કટોકટીનો કોલ મળતી માહિતી મુજબ વહેલી…

જાખોત્રા–ચારણકા રોડ પર Forest કટીંગના આક્ષેપો: વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો…

B india પાટણ : સાંતલપુર તાલુકાના જાખોત્રાથી ચારણકા તરફ જતા માર્ગ પર ગરનાળાના બાંધકામને લઈને જંગલ વિસ્તારમાં વનસ્પતિ કાપવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોકાવાડા જંગલ વિસ્તારમાં રોડકામના નામે બાવળ સહિતની વનસ્પતિ દૂર કરવામાં આવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી Forest વિસ્તારમાં બાંધકામ સામગ્રીના ઢગલા અને કામદારોના ઝૂંપડાં હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગની કામગીરી, મંજૂરી પ્રક્રિયા અને સ્થળ તપાસ અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જાખોત્રા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું ગામ છે. હાલ સામે આવેલા આક્ષેપોમાં મુખ્ય મુદ્દો એ છે કે રોડ પર ચાલી રહેલા ગરનાળાના કામ માટે જંગલ વિસ્તારમાં કેટલી હદે વનસ્પતિ દૂર કરવામાં આવી અને તે માટે સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી…