2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, આ મતવિસ્તારમાં 100% ડિજીટાઈઝેશન સંપન્ન

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે.
2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી બે વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા બેઠક અને દાહોદની લીમખેડા બેઠકનો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં 93.14 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.

ડિજીટાઈઝેશનમાં ટોપ-10 જિલ્લાઓની યાદી:
 જિલ્લો ટકાવારી
ડાંગ- 93.14
ગીરસોમનાથ- 88.91
બનાસકાંઠા- 88.42
સાબરકાંઠા- 88.32
મોરબી- 88.00
મહીસાગર- 87.98
છોટા ઉદેપુર- 87.61
પંચમહાલ- 87.02
પાટણ- 86.56
સુરેન્દ્રનગર- 86.44

15.58 લાખથી વધુ મતદારો અવસાન પામ્યા
ગણતરી દરમિયાન રાજ્યભરમાં 15.58 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. જ્યારે 4 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 21.86 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 2.68 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOની અસરકારક કામગીરીને CEO કચેરી દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથોસાથ BLOને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દીવ-મુંબઈ વચ્ચે ઈન્ડિગો ફ્લાઇટનો ભવ્ય પ્રારંભ, પ્રથમ ઉડાનમાં 59 મુસાફરો રવાના

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને મુંબઈ વચ્ચે નવા હવાઈ કનેક્શનથી મુસાફરો માટે રાહત વધારાઈ છે. દીવના નાગવા એરપોર્ટ પરથી આજે ઈન્ડિગો એરલાઈન્સની દીવ-મુંબઈ ફ્લાઇટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી હવાઈ…

ઈરાનનો સાઉદી અરેબિયામાં Prince Sultan Air Base પર હુમલો, US વિમાન અને સૈનિકોને ભારે નુકસાન

સાઉદી અરેબિયામાં પ્રિન્સ સુલતાન એર બેઝ પર 27 માર્ચે ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલામાં યુએસ સૈનિકો અને લશ્કરી સાધનોને મોટો ફટકો પહોંચી ગયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 10 યુએસ…