રાજકોટમાં સરકારી શિક્ષકોની હેવાનિયત, યુવતી પર દુષ્કર્મ, ન્યૂડ ફોટા વડે બ્લેકમેલિંગ કરી લખો પડાવ્યા

રાજકોટ શહેરમાં માનવતા શર્મસાર બને તેવી ચોંકાવનારી ઘટના બહાર આવી છે. પડધરીની સરકારી શાળાના શિક્ષક મુકેશ સોલંકી અને મોરબીની સરકારી શિક્ષિકા પ્રીતિ ઘેટીયા દ્વારા એક યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આ સાથે, આરોપીઓએ યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી કુલ ₹4.25 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

ઓળખાણથી લઈને ફસાવવાની આખી કાવતરાખોરી
ફરિયાદ મુજબ, ભોગ બનનાર યુવતીની શરૂઆત પ્રીતિ ઘેટીયા સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ પ્રીતિએ યુવતીનો પરિચય મુકેશ સોલંકી સાથે કરાવ્યો. બંનેએ મળીને ગુનાહિત કાવતરું રચ્યું અને યુવતીને સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક આવેલા પ્રીતિના ફ્લેટ પર બોલાવી હતી. ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ મુકેશ સોલંકી દ્વારા દુષ્કર્મ કરાયું હતું.

ન્યૂડ ફોટા વડે બ્લેકમેલિંગ, શારીરિક હેરાનગતિ
આરોપીઓએ યુવતીના ન્યૂડ ફોટા તથા વીડિયો બનાવીને તેને વાયરલ કરવાની ધમકી આપીને કટકે-કટકે ₹4.25 લાખ વસૂલ્યા હતા. માત્ર આટલું જ નહીં, આરોપી મુકેશ સોલંકીએ યુવતી પર કારના ચાર્જિંગ વાયર અને કળા વડે માર મારી શારીરિક હેરાનગતિ પણ પહોંચાડી હતી.

લગ્ન મંડપમાં ધમકી, લગ્ન રોકાવ્યા
યુવતીના લગ્નના દિવસે પણ આરોપીઓ મંડપ સુધી આવી પહોંચ્યા હતા અને યુવતીના પરિચિતોને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના લગ્ન રોકાવી દીધા હતા. આથી યુવતી માનસિક અને શારીરિક ત્રાસથી પરેશાન થઈ ગઈ હતી.

પોલીસમાં ફરિયાદ નોંધાતાં તપાસ વહેલી તકે શરૂ
કંટાળી ગયેલી યુવતીએ આખરે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બંને શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેમની સામે BNS (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ 64(2) (દુષ્કર્મ), 308(2) (બળજબરીથી પૈસા પડાવવું) સહિત સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…