બોલીવુડના હી-મેન તરીકે જાણીતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. અમિતાભ બચ્ચન સહીત અભિનેતાઓ વિલે પાર્લે સ્મશાન પહોંચ્યા છે.
થોડા દિવસ પહેલા ધર્મેન્દ્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સેલેબ્સ તેમના સ્વાસ્થ્ય અંગે ખૂબ ચિંતિત થઈ ગયા. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને અભિનેતા ગોવિંદાએ તેમના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી આદરણીય અને લોકપ્રિય સ્ટાર્સમાંના એક છે. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં “શોલે”, “ચુપકે ચુપકે”, “સીતા ઔર ગીતા” અને “ધરમ વીર” જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.
ધર્મેન્દ્ર તાજેતરમાં “રોકી ઔર રાની કી પ્રેમ કહાની” માં જોવા મળ્યા હતા, ત્યારબાદ “તેરી બાતેં… મેં ઐસા ઉલઝા જિયા” માં પણ જોવા મળ્યા હતા, જ્યાં તેમણે પોતાના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેઓ અગસ્ત્ય નંદાની “ઇક્કિસ” માં પણ જોવા મળશે, જે 25 ડિસેમ્બરે રિલીઝ થશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






