મની ટ્રેડિંગ કરનારા લોકોને RBIની મોટી ચેતવણી, 7 નવી કંપનીઓ અને વેબસાઇટ્સ એલર્ટ લિસ્ટમાં ઉમેરાઈ

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મની ટ્રેડિંગમાં જોડાયેલા લોકો માટે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. RBIએ 7 નવી કંપનીઓ અને તેમની વેબસાઇટ્સને અનરજિસ્ટર્ડ ફોરેન કરન્સી ટ્રેડિંગ પ્લેટફોર્મની ચેતવણી યાદીમાં ઉમેર્યા છે. લોકોની સલામતી માટે RBIએ એલર્ટ લિસ્ટમાં રહેલી કંપનીઓ સાથે કોઈપણ વેપાર કરવા નહી કરવાની સૂચના આપી છે.

નવી ઉમેરેલી કંપનીઓમાં સામેલ છે:

– સ્ટારનેટ એફએક્સ – www.starnetfx.com
– કેપ્લેસ – www.capplace.com
– મિરોક્સ – www.mirrox.com
– ફ્યુઝન માર્કેટ્સ – www.fusionmarkets.com
– ટ્રાઇવ – www.trive.com
– NXG માર્કેટ્સ – www.nxgmarkets.com
– નોર્ડ એફએક્સ – www.nordfx.com

RBIએ જણાવ્યું છે કે આ પ્લેટફોર્મ વિદેશી ચલણના વ્યવહારો માટે નોંધાયેલ નથી અને ફક્ત ગેરકાયદેસર કામગીરી કરે છે. સેન્ટ્રલ બેંક ગ્રાહકોને સતત ચેતવણી આપી રહી છે કે ફક્ત RBI-રજિસ્ટર્ડ ડીલરો સાથે જ વ્યવહારો કરો અને ઉચ્ચ વળતરનું વચન આપતા અનિયમિત ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ ટાળો.

RBIની ચેતવણી સૂચિમાં એવા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે જે FEMA (ફોરેન મની એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) હેઠળ વિદેશી ચલણ વ્યવહારો માટે અધિકૃત નથી અને જે માત્ર જાહેરાતો અથવા તાલીમ/સલાહકાર સેવાઓ દ્વારા પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છુપાવે છે.

આ ચેતવણીનો હેતુ લોકોના નાણાકીય નુકસાનને ટાળવાનું અને ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મને ઓળખવામાં મદદ કરવાનું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…