ઇસ્કોન બ્રિજ દુર્ઘટના કેસ : આરોપી તથ્ય પટેલ સામે આજે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ

અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલી ભયાનક દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે આજે, મંગળવારે, અંતે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ થવાના છે. આ અકસ્માતમાં નવ નિર્દોષ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં શોક અને આક્રોશ ફેલાયો હતો.

લાંબા સમયથી કેસ ચાલી રહ્યો હોવા છતાં, દસથી વધુ વખત ચાર્જફ્રેમની કાર્યવાહી મુલતવી રહી હતી. મૃતકોના પરિવારો તથા વકીલોએ વારંવાર વિનંતી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો હતો અને ટ્રાયલ કોર્ટને ત્રણ અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવાની સુચના આપી હતી.

સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે કાર્યવાહી ઝડપી બની રહી છે. આજે તથ્ય પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ અંતર્ગત સત્તાવાર રીતે ચાર્જફ્રેમ કરવામાં આવશે.

ચાર્જફ્રેમ થવાની પ્રક્રિયા બાદ કેસની ટ્રાયલ શરુ થશે અને વર્ષોથી અટકેલી ન્યાય વ્યવસ્થામાં આગળ વધારાની આશા જાગશે. તથ્ય પટેલ પર બેફામ અને પૂરઝડપે વાહન ચલાવીને નવ લોકોના જીવનને જોખમમાં મૂકી મારક અકસ્માત સર્જવાનો ગંભીર આરોપ છે.

સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપને કારણે હવે આ હાઈ-પ્રોફાઇલ કેસમાં ઝડપી ટ્રાયલની શક્યતા વધી છે અને મૃતકોના પરિવારોને ન્યાય મળવાની આશા મજબૂત બની છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બે સંતાન ગુમાવનાર માતા માટે 108ની ટીમ બની ‘દેવદૂત’ : રિક્ષામાં જ કરાવી સફળ ડિલિવરી….

B india અમદાવાદ : અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા રણાસણ બ્રિજ ટોલ પ્લાઝા પાસે 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસૂચકતા, તબીબી કુશળતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યંત કટોકટીભરી સ્થિતિમાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ન હોવાથી 108ની EMTએ રિક્ષામાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના ખાસ એટલા માટે પણ ભાવુક બની હતી કે પ્રસુતાએ અગાઉની બે પ્રસુતિમાં પોતાના બંને બાળકો ગુમાવ્યા હતા. ત્રીજી વખત ગર્ભાવસ્થામાં ફરી એકવાર મુશ્કેલી ઊભી થતાં પરિવાર માટે સ્થિતિ ચિંતાજનક બની હતી. જોકે, યોગ્ય સમયે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક સારવાર શરૂ કરતાં અંતે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે મળ્યો કટોકટીનો કોલ મળતી માહિતી મુજબ વહેલી…

જાખોત્રા–ચારણકા રોડ પર Forest કટીંગના આક્ષેપો: વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો…

B india પાટણ : સાંતલપુર તાલુકાના જાખોત્રાથી ચારણકા તરફ જતા માર્ગ પર ગરનાળાના બાંધકામને લઈને જંગલ વિસ્તારમાં વનસ્પતિ કાપવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોકાવાડા જંગલ વિસ્તારમાં રોડકામના નામે બાવળ સહિતની વનસ્પતિ દૂર કરવામાં આવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી Forest વિસ્તારમાં બાંધકામ સામગ્રીના ઢગલા અને કામદારોના ઝૂંપડાં હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગની કામગીરી, મંજૂરી પ્રક્રિયા અને સ્થળ તપાસ અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જાખોત્રા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું ગામ છે. હાલ સામે આવેલા આક્ષેપોમાં મુખ્ય મુદ્દો એ છે કે રોડ પર ચાલી રહેલા ગરનાળાના કામ માટે જંગલ વિસ્તારમાં કેટલી હદે વનસ્પતિ દૂર કરવામાં આવી અને તે માટે સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી…