Delhi: લાલ કિલ્લા પાસે કારમાં થયો બ્લાસ્ટ; 8 લોકોના મોત, 24 ઘાયલ, સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થતાં અફડાતફડી મચી ગઈ હતી. આ વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે વિસ્ફોટ સાથે કાર ભીષણ રીતે સળગવા લાગી હતી. આ વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસે થયો હતો.

વિસ્ફોટ ની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. કહેવાય છે કે વિસ્ફોટને કારણે ત્યાં પાર્ક કરેલા ઘણા વાહનોમાં પણ આગ લાગી ગઈ હતી. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી. ફાયર બ્રિગેડના વાહનો અને પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર છે.

જયપુરમાં એલર્ટ જારી 

પોલીસે લાલ કિલ્લાની સામેનો રસ્તો બંને બાજુ ટ્રાફિક માટે બંધ કરી દીધો હતો. દિલ્હી વિસ્ફોટ બાદ, જયપુરમાં હવે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સરકારી એલર્ટમાં તમામ અધિકારીઓને ક્ષેત્રમાં તૈનાત કરવા, દેખરેખ વધુ તીવ્ર બનાવવા અને સંદેશાવ્યવહાર જાળવવા વિનંતી કરવામાં આવી છે. નોંધનીય છે કે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

 

Related Posts

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…