UIDAIનો નવો આદેશ: હવે આધાર કાર્ડથી ‘આ’ સેવાઓ માટે પુરાવો માન્ય નહીં, જાણો વિગત

ભારતીય નાગરિકોના સૌથી મહત્વના દસ્તાવેજોમાં ગણાતું આધાર કાર્ડ અંગે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. લોકોમાં રહેલી મૂંઝવણ દૂર કરવા માટે UIDAI એ નવો સર્ક્યુલર જાહેર કર્યો છે, જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આધાર હવે કેટલીક સેવાઓ માટે ઉપયોગી નહીં રહેશે.

આધારનો હેતુ — માત્ર ઓળખનો પુરાવો
UIDAI અનુસાર, આધાર કાર્ડનો માત્ર હેતુ વ્યક્તિની ઓળખ (Identity Proof) તરીકે ઉપયોગ કરવાનો છે. એટલે કે તે કોઈની નાગરિકતા, રહેઠાણ કે જન્મ તારીખનો પુરાવો તરીકે માન્ય નહીં ગણાય.

આધારનો ઉપયોગ જ્યાં ન કરી શકાય
– નાગરિકતા (Citizenship) નો પુરાવો તરીકે
– રહેઠાણ (Domicile) નો પુરાવો તરીકે
-જન્મ તારીખ (Date of Birth) નો પુરાવો તરીકે
-જન્મ પ્રમાણપત્રના વિકલ્પ તરીકે

આધારનો ઉપયોગ જ્યાં કરી શકાય
– બેંક ખાતું ખોલવા (KYC પ્રક્રિયા માટે)
– આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવા
– PAN કાર્ડ લિંક કરવા
– સરકારી સબસિડી યોજનાઓનો લાભ મેળવવા
– UIDAIએ પોસ્ટ ઓફિસો અને સરકારી કચેરીઓને આ સૂચના નોટિસ બોર્ડ પર જાહેર કરવા કહ્યું છે, જેથી લોકોમાં ખોટી સમજણ ન રહે.

હવે આધાર અપડેટ મોંઘુ
UIDAIએ 1 ઓક્ટોબરથી આધાર અપડેટ માટેની ફી વધારી છે.

અપડેટનો પ્રકાર જૂની ફી નવી ફી
નામ, સરનામું, જન્મ તારીખ જેવા ડેમોગ્રાફિક અપડેટ્સ ₹50 ₹75
ફિંગરપ્રિન્ટ, આઇરિસ, ફોટો જેવા બાયોમેટ્રિક અપડેટ્સ ₹100 ₹125

નવજાત બાળકો માટે નોંધણી અને અપડેટિંગ મફત રહેશે.

આધાર ક્યાં ફરજિયાત છે
– ITR ફાઇલિંગ
– બેંક અને મોબાઇલ KYC
– LPG સબસિડી
– પેન્શન અને શિષ્યવૃત્તિ યોજનાઓ
– મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય નાણાકીય વ્યવહારો

UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે આધાર સરકારી લાભોને સીધા લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ રહેશે, પરંતુ તેની મર્યાદા સમજીને જ ઉપયોગ કરવો જોઈએ.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

‘ગાંજા કાંડ’ બાદ એર ઇન્ડિયાનો મોટો નિર્ણય, ગ્રૂપના તમામ પાયલટોનું ફરજિયાત ડ્રગ સ્ક્રીનિંગ

એર ઇન્ડિયા ગ્રૂપે પાયલટોની સલામતી અને મુસાફરોના વિશ્વાસને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. 13 ઓગસ્ટ 2026થી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના તમામ પાયલટોનું ફરજિયાત સાયકોએક્ટિવ સબસ્ટન્સ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ તપાસમાં ઉડ્ડયન નિયમો હેઠળ પ્રતિબંધિત પદાર્થો અને કેટલીક પ્રતિબંધિત દવાઓની તપાસ કરવામાં આવશે. આ નિર્ણય 4 ઓગસ્ટની ફુકેત-દિલ્હી ફ્લાઇટ AI2379 સાથે જોડાયેલી ગંભીર ઘટનામાં પાયલટના મારિજુઆના ટેસ્ટના પોઝિટિવ પરિણામ બાદ લેવામાં આવ્યો છે. એર ઇન્ડિયાના તમામ પાયલટોની થશે તપાસ એર ઇન્ડિયાના નવા નિર્ણય હેઠળ માત્ર શંકાસ્પદ પાયલટો જ નહીં, પરંતુ ગ્રૂપના તમામ પાયલટોને સ્ક્રીનિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ ટેસ્ટ ટ્રેનિંગ સેશન દરમિયાન, ફ્લાઇટ બાદ તેમજ પાયલટોના નિર્ધારિત બેઝ અને અન્ય સ્થળોએ કરવામાં આવશે. કંપનીના ગુરુગ્રામ ટ્રેનિંગ એકેડેમી, ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટર અને…

Gandhinagarમાં SLBCની ૧૯૦મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું છેવાડાના માનવી સુધી ધિરાણ પહોંચાડવા આહવાન Inclusive Growth 2026

Gandhinagarમાં SLBCની 190મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું બેન્કર્સને આહવાન, છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચાડો ધિરાણ Gandhinagarમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠક યોજાઈ. CM ભૂપેન્દ્ર પટેલે MSME, મહિલા ઉદ્યોગકારો, ખેડૂતો અને ગ્રામીણ કારીગરો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા બેન્કર્સને આહવાન કર્યું. Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની 190મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના બેન્કિંગ ક્ષેત્રની કામગીરી, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી ધિરાણ પહોંચાડવા, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને ગ્રામીણ કારીગરોને સમયસર નાણાકીય સહાય સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેન્કર્સને **‘ક્રેડિટ ટુ લાસ્ટ માઈલ’**ના અભિગમને સાકાર કરવા ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે બેન્કિંગ સેવાઓનો લાભ સમાજના છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે બેન્કિંગ ક્ષેત્રે…