ડોનાલ્ડ ટ્રમ્પને પુતિને આપ્યો ઝટકો: રશિયન રાષ્ટ્રપતિએ અમેરિકા સાથેની પ્લૂટોનિયમ ડીલ કરી કેન્સલ

યુક્રેન યુદ્ધને લઈ રશિયા અને અમેરિકામાં તણાવ વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે. રશિયાએ અમેરિકાને સાથે 15 વર્ષથી ચાલી રહેલો પ્લૂટોનિયમ નિકાસ કરાર (Plutonium Deal) પૂર્ણપણે રદ કરી દીધો છે.

પુતિના હસ્તાક્ષર સાથે ડીલ સમાપ્તિ
રાષ્ટ્રપતિ પુતિએ આ કરાર રદ કરવા માટે રજૂ કરાયેલા પ્રસ્તાવ પર સહી કરી દેતા ડીલ તરત અમલમાં આવી ગયો. પુતિનનો મુખ્ય ઉદ્દેશ પરમાણુ હથિયારો બનાવવા માટે જરૂરી પ્લૂટોનિયમની ઉત્પાદન મર્યાદા નિયંત્રિત કરવાનો છે. આ કાયદો રશિયન સંસદના નીચલા ગૃહ દ્વારા આ મહિનાની શરૂઆતમાં મંજૂર થયો હતો અને ઉપલા ગૃહ, ફેડરેશન કાઉન્સિલે આને સમર્થન આપ્યું.

કઈ રીતે થયો પ્લૂટોનિયમ કરારનો ઇતિહાસ
આ કરાર રશિયા અને અમેરિકાના વચ્ચે સપ્ટેમ્બર 2000માં કરવામાં આવ્યો હતો. કરાર મુજબ, બંને દેશોએ 34 ટન હથિયાર-ગ્રેડ પ્લૂટોનિયમનો નિકાલ કરવાનો હતો. આ પ્લૂટોનિયમ રશિયાના સૈન્ય હેતુ માટે હવે ઉપયોગી ન હતો. રશિયાએ કરારને 2016માં તાત્કાલિક સ્થગિત કર્યું હતું અને તેના માટે અમેરિકાની નીતિઓને શત્રુતાપૂર્ણ ગણાવ્યું હતું.

નવા યુનિટ અને મિસાઇલ તંત્ર
પુતિએ સંસદમાં જણાવ્યું કે રશિયાએ નવું ન્યુક્લિયર એનર્જી યુનિટ વિકસિત કર્યું છે, જેનો ઉપયોગ ક્રૂઝ મિસાઇલ્સમાં થઈ શકે છે. આ યુનિટની મદદથી મિસાઇલની પરમાણુ ક્ષમતા અને મર્યાદા ઘણી વધારી શકાય છે. પુતિન દાવો કર્યો કે આ પ્રકારની મિસાઇલ દુનિયામાં કોઈ અન્ય દેશ પાસે નથી. રશિયાએ આ હથિયારનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી લીધું છે અને હવે તેને તૈનાત કરવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…