Bhai Dooj 2025: યમ દ્વિતીયા તરીકે ઓળખાતા આ તહેવારનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ જાણો

દિવાળીના બે દિવસ પછી ઉજવાતો ભાઈબીજ કે જેને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનો તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈઓ બહેનોને ભેટ આપી તેમની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે.

યમ દ્વિતીયા કેમ કહેવાય છે?
પ્રાચીન માન્યતા અનુસાર, યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે ગયા હતા. યમુનાએ તેમના સ્વાગત માટે તિલક લગાવ્યો, આરતી કરી અને ભોજન કરાવ્યું. યમરાજે ખુશ થઈને આશીર્વાદ આપ્યો કે જે કોઈ ભાઈ આ દિવસે પોતાની બહેનના ઘરે જશે અને તિલક કરાવશે, તે લાંબુ આયુષ્ય પામશે. ત્યારથી આ દિવસ યમ દ્વિતીયા તરીકે ઓળખાય છે.

ભાઈબીજ 2025 માટે શુભ મુહૂર્ત:
– અભિજીત મુહૂર્ત: સવારે 11:43 થી બપોરે 12:28 સુધી
– અમૃત કાલ: સાંજે 6:57 થી રાત્રે 8:45 સુધી

પરંપરા અને ઉજવણી:
ભાઈબીજના દિવસે બહેન પોતાના ભાઈનું તિલક લગાવીને આરતી ઉતારે છે અને તેને મીઠાઈ કે ભોજન કરાવે છે. ભાઈ પણ બહેનને પ્રેમભરી ભેટ આપે છે અને તેના રક્ષણનું વચન આપે છે. આ તહેવાર માત્ર એક પરંપરા નહીં, પણ કુટુંબમાં સ્નેહ, એકતા અને માનવ મૂલ્યોને ઉજાગર કરતો પ્રસંગ છે.

આ દિવસે તિલક કરાવવાથી શું ફળ મળે છે?
શાસ્ત્રો અનુસાર, આ દિવસે બહેનના હાથે તિલક કરાવવાથી યમરાજના દૂતોથી રક્ષણ મળે છે અને જીવનમાં સુખ-શાંતિ રહે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-દિલ્હી વચ્ચે વિશેષ સ્પેશ્યલ ટ્રેન, હવાઈ મુસાફરોને રાહત

અમદાવાદ-દિલ્હી કોરિડોર પર તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાથી હવાઈ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઇટ્સ રદ્દ થવાના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને તેમના ગંતવ્ય પર પહોંચવા માટે…

રાશિફળ/06 ડિસેમ્બર 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…