મોઝામ્બિક બોટ દુર્ઘટના: 3 ભારતીય નાગરિકોના દુખદ અવસાન, 1 ઘાયલ, 5 બચાવાયા

ઇસ્ટ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં એક ગંભીર બોટ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ત્રણ ભારતીય નાગરિકોનો દુખદ અવસાન થયો છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. દુર્ઘટના મોઝામ્બિકના બીરા પોર્ટ નજીક ગુરુવારે બની હતી, જ્યારે એક લોન્ચ બોટ ટેન્કર પર કાર્યરત ક્રુ મેમ્બર્સને લઈ જઈ રહી હતી. આ દુર્ઘટનાની પૃષ્ટિ ભારતીય હાઈ કમિશને શનિવારે કરી હતી.

બોટ પલટી જતાં 3 ભારતીયોનો લેવાયો ભોગ
બોટમાં કુલ 14 ભારતીય નાગરિક સવાર હતા. યાત્રા દરમિયાન બોટ અચાનક પલટી ગઈ હતી. હજુ સુધી દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને મામલે તપાસ ચાલુ છે. સ્થાનિક તંત્ર અને પોર્ટ અધિકારીઓ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં પાંચ નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિને ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હાઈ કમિશન તાત્કાલિક કાર્યરત, પરિવારજનોના સંપર્કમાં
ભારતીય હાઈ કમિશનના જણાવ્યા અનુસાર તેઓ મૃતકોના પરિવારજનોના સંપર્કમાં છે અને દરેક સંભવ સહાય પૂરી પાડી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ ઘાયલ વ્યક્તિની પણ મુલાકાત લઈ જરૂરી સારવાર અને સમર્થન પુરૂ પાડવામાં આવ્યું છે. હાઈ કમિશન દ્વારા સોશ્યલ મીડિયા પર જાહેર સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.

ભારત-મોઝામ્બિક સંબંધોનું મહત્વ
મોઝામ્બિક અને ભારત વચ્ચે ઐતિહાસિક અને આર્થિક દ્રષ્ટિએ મજબૂત સંબંધો છે. ભારતીય હાઈ કમિશનની માહિતી મુજબ, આજથી પણ લગભગ 20,000 મોઝામ્બિક નાગરિકોના મૂળ ભારત સાથે સંબંધિત છે. મોટાભાગના લોકો ગુજરાત, ગોવા અને દમણ-દીવથી સંબંધ ધરાવે છે. હાલમાં મોઝામ્બિકમાં અંદાજે 3000 ભારતીય નાગરિક વસવાટ કરે છે, જે મુખ્યત્વે વેપાર અને વિવિધ કંપનીઓમાં કાર્યરત છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ન્યૂઝીલેન્ડે બદલ્યા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાના નિયમો, ભારતીય વિદ્યાર્થીઓ માટે જાણવી જરૂરી માહિતી

વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી બનાવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ન્યૂઝીલેન્ડ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સરકારે પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે,…

એર ઇન્ડિયાનું નવું ‘બેઝિક ફેર’ લોન્ચ, હવે ઓછી કિંમતે કરી શકાશે હવાઈ મુસાફરી

મુસાફરોને વધુ સસ્તી અને લવચીક મુસાફરીનો વિકલ્પ આપવા માટે Air Indiaએ નવી ‘બેઝિક ફેર’ કેટેગરી શરૂ કરી છે. આ નવી યોજના ખાસ કરીને એવા મુસાફરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી…