દિવાળીમાં અન્નથી ઘર ઘર થશે ઉજાસ: 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને અનાજ, શ્રીઅન્ન, ખાંડ અને ખાદ્યતેલનું વિતરણ શરૂ

દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના કરોડો નાગરિકોને ખુશીની ભેટરૂપે મફત અનાજ અને રાશન સામગ્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (N.F.S.A.-2013) હેઠળ આવતા 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના આશરે 3.26 કરોડ સભ્યોને ઘઉં, ચોખા, બાજરી-જુવાર (શ્રીઅન્ન) સહિત અન્ય પોષક ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

રાજ્યભરના 17,000થી વધુ વાજબી ભાવની દુકાનોએ આ વિતરણ કામગીરી આરંભી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લઈ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો સુધી પોષણયુક્ત ભોજન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

વિતરણના મુખ્ય ઘટકો:
1. અનાજ વિતરણ (વિનામૂલ્યે):
અંત્યોદય અન્ન યોજના (A.A.Y.): પ્રતિ રેશનકાર્ડ 35 કિલો અનાજ
અગ્રતા ધરાવતા કુટુંબો (P.H.H.): વ્યક્તિદીઠ 5 કિલો અનાજ

2. શ્રીઅન્ન (મિલેટ્સ) વિતરણ:
બાજરી અને જુવાર – સ્થાનિક પોષણ સમૃદ્ધ અનાજ

3. અન્ય પોષણદાયક ખાદ્ય સામગ્રી (રાહત દરે):
ચણા: રૂ. 30/કિલો (કાર્ડદીઠ 1 કિલો)
તુવેરદાળ: રૂ. 50/કિલો (કાર્ડદીઠ 1 કિલો)
મીઠું: રૂ. 1/કિલો (કાર્ડદીઠ 1 કિલો)

4. ખાદ્ય તેલ અને ખાંડ:
ખાદ્યતેલ (સીંગતેલ): 1 લીટર પાઉચ રૂ. 100/-
ખાંડ:
BPL પરિવાર: રૂ. 22/કિલો (1 કિલો)
અંત્યોદય પરિવાર: રૂ. 15/કિલો (1 કિલો વધારાનું વિતરણ)

પોષણ સલામતી અને તહેવારોમાં આર્થિક સહાય
મંત્રી કુંવરજી બાવળીયાના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારે માત્ર અનાજની સલામતી પૂરતી નથી રાખી, પણ પોષણયુક્ત ખોરાક મળવો જોઈએ તે પણ નક્કી કર્યું છે. દિવાળીના તહેવારોમાં દરેક નાગરિક સુધી અનાજ અને પોષણ પહોંચે એ માટે સરકારે એક સંકલિત અભિગમ અપનાવ્યો છે.

આ યોજનાઓથી માત્ર તહેવાર ઉજવવાનો આનંદ નથી વધતો, પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોના જીવનમાં થોડી હળવણી અને આરોગ્યલક્ષી પરિવર્તન લાવવાનો પ્રયાસ છે.

વિતરણ પદ્ધતિ અને વ્યવસ્થા
– સમગ્ર રાજ્યમાં 17,000થી વધુ વાજબી ભાવની દુકાનો દ્વારા વિતરણ શરૂ
– જિલ્લા કક્ષાએ નિયામક અને તહસીલ કક્ષાએ ખાસ મોનીટરીંગ ટીમો
– તમામ વિતરણ ડિજિટલ પદ્ધતિ અને E-PoS મશીનો દ્વારા થઈ રહ્યું છે

નાગરિકો માટે સૂચના:
– નાગરિકોએ પોતાની નજીકની PDS દુકાન પર જઇ E-KYC અને આધાર કાર્ડ દ્વારા સામગ્રી લેવી
– વિતરણની વિગતો રાજ્ય સરકારની ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ

ગુજરાત રાજ્ય સરકારે દિવાળીના તહેવાર નિમિત્તે N.F.S.A. હેઠળ આવનારા અંત્યોદય અને BPL પરિવારોને અનાજ, પ્રોટીનયુક્ત ખોરાક, અને જરૂરી પદાર્થો ઉપલબ્ધ કરી તહેવારની ખુશીઓને વધુ ઉજળતી બનાવી છે. આ યોજના પોષણ સલામતી સાથે રાજ્યના નાગરિકોના સમૃદ્ધિ અને આરોગ્ય માટે એક મજબૂત પગથિયું સાબિત થશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કરોડો EPF ખાતાધારકો માટે ખુશખબર: 8.25% વ્યાજદરને મંજૂરી, જૂનમાં ખાતામાં જમા થશે રકમ

દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ…

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…