આખી રાત નહીં, માત્ર 2 જ કલાક ફટાકડા ફોડી શકશો | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડાઓનું ધૂમ વેચાણ થતું હોય છે. સિઝનલ દુકાનો ઉપરાંત સ્ટોલ કરીને વેપારીઓ ફટાકડાનું વેચાણ કરતા હોય છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્યની અગ્નિશમન સેવા કચેરીને પત્ર લખી ફટાકડા સંબંધિત કોઈ વિસ્ફોટ કે આગ ન બને એના તકેદારીના ભાગરૂપે ફાયર સેફટી અંગે ફાયર વિભાગ દ્વારા જ લેખિતમાં અભિપ્રાય આપવાનો રહેશે, જેથી હવે ફાયર વિભાગ દ્વારા લેખિતમાં અભિપ્રાય આપ્યા બાદ જ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા દુકાન કે સ્ટોલ ધરાવનારા લોકોને લાઇસન્સ આપવામાં આવશે. પરંતુ કેટલાક લોકોએ લાઇસન્સ લીધા વિના દુકાનો શરૂ કરી દીધી છે.

કોઈ ફાયર સેફ્ટી રાખવામાં આવતી નથી ત્યારે જો રોડ પર કોઈ વ્યક્તિ દ્વારા ફટાકડા ફોડવામાં આવે અને એ ફટાકડા ઊડીને હંગામી સ્ટોલ અથવા દુકાનમાં જાય તો આગ લાગવાની ઘટના બની શકે છે. બીજી બાજુ દિવાળીના તહેવાર પર લોકો ફટાકડા ફોડે છે અને આતશબાજી કરે છે. રાજ્ય સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી અને અન્ય તહેવારોમાં ફટાકડા રાત્રે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ફોડી શકશે, જ્યારે નવા વર્ષના દિવસે રાત્રે 11.55 થી રાત્રે 12.30 વાગ્યા સુધી ફોડી શકશે.

ગાઈડલાઈન મુજબ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ફટાકડા ઈ કોમર્સ વેબસાઈટ પર વેચાણ થઈ શકશે નહીં. જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના એરિયાને સાયલન્ટ ઝોન ગણી ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં. ભૂતકાળમાં દિવાળીમાં આગના બનાવો બન્યા જેમાં ચાઇનીઝ તુક્કલને કારણે આગની ઘટના સૌથી વધુ હતી. જેથી પોલીસે ચાઇનીઝ તુક્કલ, બલૂનના વેચાણ તેમજ ઉપયોગ સામે પ્રતિબંધ મૂક્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…