2 વર્ષથી નાના બાળકોને કફ સિરપ આપવાથી બચો: કેન્દ્ર સરકાર દ્વારા કડક એડ્વાઈઝરી

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના સેવનથી બાળકોના મોતના કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે મોટા પગલા લીધાં છે. આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS) દ્વારા દેશભરમાં કડક એડ્વાઇઝરી જાહેર કરી છે. ખાસ કરીને 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપવાની ચેતવણી આપવામાં આવી છે.

શું કહે છે એડ્વાઈઝરી?
– DGHSના જણાવ્યા પ્રમાણે:
– 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદી માટે કફ સિરપ ન આપવો.
– સામાન્ય રીતે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ કફ સિરપની ભલામણ નથી.
– દવાનો ઉપયોગ ડૉક્ટરની સલાહ વગર ન કરવો.
– દવા આપતી વખતે માત્રા, સમયગાળો અને દવાની ગુણવત્તા વિશેષ ધ્યાનમાં લેવી.

કેટલાં મોત થયા?
– મધ્યપ્રદેશના છિંદવાડામાં 9 બાળકોના મોત
– રાજસ્થાનમાં 2 બાળકોના મોત
– બંને રાજ્યોમાં ColdRif અને Nesto DS Syrup પર તાત્કાલિક પ્રતિબંધ મુકાયો છે.
– રાજ્યના આરોગ્ય વિભાગે નમૂનાઓ કેન્દ્ર સરકારને તપાસ માટે મોકલ્યા છે.

કઈ દવા પર શંકા?
– મૃત્યુના કેસમાં “ColdRif” કફ સિરપ સામે ગંભીર શંકા ઉઠી છે. જોકે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર “હાલના ટેસ્ટ રિપોર્ટમાં DEG (Diethylene Glycol) કે EG (Ethylene Glycol) જેવી જીવલેણ રસાયણિક પદાર્થોની હાજરી જોવા મળતી નથી.” હાલમાં અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તપાસ ચાલુ છે અને દરેક સંભાવિત કારણોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રની કાર્યવાહી
– આરોગ્ય મંત્રાલયે NCDC, NIV અને CDSCO સહિતના તજજ્ઞો સાથે સંયુક્ત તપાસ ટીમ બનાવી છે.
– ટીમે સ્થળ પર જઈ નમૂનાઓ એકત્ર કર્યા છે – જેમાં પાણી, શ્વાસન, દવાઓ અને વાતાવરણના નમૂનાઓ સામેલ છે.
– ફાર્મસી પર વેચાતા કફ સિરપ પર ખાસ નજર રાખવા પણ જણાવ્યું છે.

વાલીઓ માટે ચેતવણી
– બાળકોને કોઈપણ દવા આપતા પહેલા ડોક્ટરનો પરામર્શ અવશ્ય લો.
– અજાણ્યા બ્રાન્ડના કફ સિરપ કે ઘરેલું ઉપચારોથી દૂર રહો.
– બાળકો માટે દવા આપતી વખતે ડોઝ, ઉમર અને અવધિનું પાલન કરો.
– સ્થાનિક કેમિસ્ટ પર દવા ખરીદતી વખતે લેબલ, બેચ નંબર અને સમાપ્તી તારીખ તપાસો.

સાવચેતી અને જાગૃતિથી જ જીવ બચી શકે
દેશભરમાંથી વારંવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે. DGHSની એડ્વાઈઝરીના પાલનથી નાના બાળકોના જીવ બચી શકે છે. વાલીઓએ હવે વધુ જાગૃત થવાની જરૂર છે અને દવા આપતી વખતે દરેક પગલું વિચારપૂર્વક અને સાવચેત લઈ લેવામાં આવવું જોઈએ.

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *