કન્યા રાશિ પોલીસ કર્મચારીનો દાવો – મહિલા પોલીસ અને AHTU મારું જ છે!

ગાંધીનગરના IUCAWમાં ફરજ બજાવતા એક કન્યા રાશિ નામના હથિયારધારી પોલીસ કર્મચારી પર ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. વર્ષોથી આ કમર્ચારી મહિલા પોલીસ સ્ટેશન તથા AHTUના નામે સ્પા અને કૂટણખાનાઓ પરથી ઉઘરાણું કરી રહ્યો હોવાની ચર્ચાઓ છે. સ્થાનિક વિશ્વસનીય સૂત્રો મુજબ, આ કમર્ચારી ખુલીને શેખી મારે છે કે ‘મહિલા પોલીસ અને AHTU બધું મારામાં જ આવે છે!’ આ દાવાથી પોલીસ વિભાગની ઈમેજને ભારે આંચકો લાગી રહ્યો છે.

અગાઉ એક સિંહ રાશિના એસપીએ આ કર્મચારી સામે ડિપાર્ટમેન્ટ ઓર્ડર કરીને ડભોડા પોલીસ સ્ટેશન બદલી કરી હતી. છતાં થોડા સમય બાદ ફરીથી એ જ પોલીસ સ્ટેશન પર પરત આવી ઉઘરાણી અને મનમાની ચાલુ રાખી.તાજેતરમાં એક કૂટણખાના માલિકે ઉઘરાણું ન ચૂકવતાં, આ કમર્ચારી દ્વારા અનામી અરજી કરાવીને ખોટો કેસ બનાવી દબાણ ઉભુ કરાયું હોવાની ચર્ચા ચગડોળે..

અગાઉ આ કર્મચારી સામે ગંભીર આક્ષેપો સાથે ગૃહમંત્રી અને એસીબીને નનામી અરજી કરાઈ હતી. જેમાં આ કર્મચારી સામે ગંભીર આક્ષેપો થયા હતા.નનામી અરજીમાં થયેલા આક્ષેપો મુજબ આ કર્મચારી સિવાય અન્ય સામે વ્હાલા દલવાની નીતિ અપનાવાઈ રહી છે. અગાઉ થયેલ અરજીઓમાં આ કન્યા રાશિ કર્મચારી મહિલા પોલીસ મથકમાં મહિલાઓને લગતા કેસની ફરિયાદોમાં લાખો રૂપિયાનો તોડ કરવામાં આવતો હોવાનો આક્ષેપ થયો છે. કેટલીક મહિલા કર્મચારીઓ દ્વારા જ નનામી અરજી કરવામાં આવી હોવાનું કહેવાય છે.

આવા બનાવો માત્ર એક પોલીસ કર્મચારીની બેદરકારી નહિ પરંતુ સમગ્ર વિભાગીય શિસ્ત અને દેખરેખ પર સવાલ ઊભા કરે છે. ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે, નહિ તો પોલીસ વિભાગની વિશ્વસનીયતા પર સવાલો ચર્ચાનો વિષય!

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; Threat Surge

    લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; ગોળીબારની પણ ધમકી Canadaમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી તપાસ દરમિયાન સામે આવેલા એક કથિત ધમકીભર્યા પત્રને લઈને ચકચાર મચી છે. કેનેડિયન પોલીસને મોકલવામાં આવેલા આ પત્રમાં ગેંગ તરફથી કેનેડામાં 5,000થી વધુ સભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં કેનેડિયન પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પડકાર આપતા “અમે કેનેડા પર રાજ કરીશું” જેવી ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. આ પત્ર મૂળ વર્ષ 2025માં Canadaના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના એબોટ્સફોર્ડ પોલીસ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જોકે તેનો સંપૂર્ણ લખાણ તાજેતરમાં જ જાહેર થયેલા દસ્તાવેજોના આધારે સામે આવ્યું છે. CBC News દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજો મુજબ, આ પત્ર ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB)ની એક કાર્યવાહી…

    એન. ચંદ્રશેખરન વધુ ૫ વર્ષ TATA સન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ લંબાવ્યો Elite Hold 2026

    ચંદ્રશેખરન વધુ 5 વર્ષ Tataસન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ વધાર્યો; અગાઉ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની કરી હતી જાહેરાત Tata ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો નવો વળાંક આવ્યો છે. ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય અગાઉના ઘટનાક્રમથી ખાસ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ઓગસ્ટ 2026માં ચંદ્રશેખરને પોતાના વર્તમાન કાર્યકાળ બાદ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની જાહેરાત કરી હતી. તે સમયે ટાટા સન્સના બોર્ડમાં તેમની આગામી ટર્મને લઈને સર્વસંમતિ બની શકી નહોતી. હવે Tata સન્સના બોર્ડે ફરી એકવાર તેમના નામને આગામી પાંચ વર્ષની ટર્મ માટે મંજૂરી આપી છે. જોકે આ નિર્ણયને અંતિમ અસરકારક બનવા માટે કંપનીની વાર્ષિક…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *