મોહમ્મદ શમી: ટેસ્ટ નિવૃત્તિના ખોટા સમાચાર પર ફાટી પડ્યો બોલર, કહ્યું – મેં હજુ રમવાનું બંધ કર્યુ નથી!

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે છેલ્લો અઠવાડિયો લાગાતાર મોટાં સમાચાર સાથે ભરેલો રહ્યો છે. પહેલા 7 મેના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને ત્યારબાદ 12 મેના રોજ વિરાટ કોહલીએ પણ પોતાના ટેસ્ટ કરિયરનો અંત જાહેર કર્યો. આ બંને દિગ્ગજોના નિર્ણયથી ભારતના ટેસ્ટ ક્રિકેટ ભવિષ્ય અંગે ચર્ચા ગરમ બની છે.

આ વચ્ચે કેટલાક મીડિયા હાઉસેઝે એવી ખોટી અફવા ફેલાવી કે મોહમ્મદ શમી પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. આ ખોટી માહિતીથી શમી ખૂબ નારાજ થયો અને તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે સ્પષ્ટ જવાબ આપ્યો કે તેઓ હજુ નિવૃત્ત થયેલા નથી અને આવી ખોટી અફવાઓ ન ફેલાવવામાં આવે.

શમીનો તીખો પ્રહાર
મોહમ્મદ શમીએ પોતાની સ્ટોરીમાં લખ્યું: “મને મારા રિટાયરમેન્ટ વિશે ખબર નહિ અને તમારા જેવા ન્યૂઝ પોર્ટલ્સને મારી જગ્યાએ ખબર પડી ગઈ? લોકોના જીવ અને ઇમોશન્સ સાથે ન રમો. જો ખબર ન હોય તો દયા કરીને ખોટું છાપશો નહિ. મારા મોઢેથી બહાર ન આવ્યું હોય તો કંઈ પણ ન માનો.”

Related Posts

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

અંકલેશ્વરમાં સાહિત્યનો વરસાદ: ‘વરસાદી વાયરા’ કવિ સંમેલનનો ભવ્ય પ્રારંભ.

અંકલેશ્વરમાં સાહિત્યની મહેક: ‘વરસાદી વાયરા’ કવિ સંમેલનમાં કવિઓના શબ્દોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા! અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા માનવ મંદિર હોલ ખાતે સાહિત્ય ફોરમ, અંકલેશ્વર દ્વારા આયોજિત ‘વરસાદી વાયરા’ કવિ સંમેલન સાહિત્યપ્રેમીઓની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *