પાકિસ્તાન મૂળની વેબ સિરીઝ, ફિલ્મો અને પોડકાસ્ટના સ્ટ્રીમિંગ પર ભારતે મૂક્યો પ્રતિબંધ, જાણો કોને થશે અસર

ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન ભારતની કાર્યવાહી ફક્ત લશ્કરી પૂરતી સીમિત નથી રહી. પરંતુ તમામ પાસાઓ પર પાકિસ્તાનને અસરકર્તા નિર્ણયો ભારત લઈ રહ્યું છે. હવે OTT પ્લેટફોર્મ્સને તેમની લાઇબ્રેરીમાંથી પાકિસ્તાની મૂળની સામગ્રી દૂર કરવી પડશે, અને આનું પાલન ન કરનારા કોઈપણ પ્લેટફોર્મ સામે કાર્યવાહી શક્ય છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભારતમાં કાર્યરત તમામ OTT પ્લેટફોર્મ, મીડિયા સ્ટ્રીમિંગ સેવાઓ અને ડિજિટલ મધ્યસ્થીઓને તાત્કાલિક અસરથી પાકિસ્તાની મૂળની વેબ સિરીઝ, ફિલ્મો, ગીતો, પોડકાસ્ટ અને અન્ય સામગ્રી – પછી ભલે તે સબ્સ્ક્રિપ્શન આધારિત હોય કે મફત – બંધ કરવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો:  વિદેશ સચિવે તસવીરો બતાવીને પાકિસ્તાનનો કર્યો પર્દાફાશ, જાણો પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું

જાણો કોના પર થશે અસર
એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. આ દરમિયાન ભારત સરકાર ડિજિટલ સ્ટ્રાઈક પણ કરી રહ્યું છે. ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એડવાઇઝરીના કારણે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડીયો, ઝી5, સોનીલીવ, હોટસ્ટાર જેવા મુખ્ય ઓટીટી પ્લેટફોર્મ. સ્પોટાઇફ, ગાના, એપલ પોડકાસ્ટ જેવી ઓડિયો સ્ટ્રીમિંગ એપ્સ. પાકિસ્તાની કલાકારો દ્વારા બનાવવામાં આવેલ અથવા દર્શાવતી સામગ્રી (ભારતમાં શૂટ થયેલ હોય કે ન હોય) ને અસર થશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; Threat Surge

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; ગોળીબારની પણ ધમકી Canadaમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી તપાસ દરમિયાન સામે આવેલા એક કથિત ધમકીભર્યા પત્રને લઈને ચકચાર મચી છે. કેનેડિયન પોલીસને મોકલવામાં આવેલા આ પત્રમાં ગેંગ તરફથી કેનેડામાં 5,000થી વધુ સભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં કેનેડિયન પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પડકાર આપતા “અમે કેનેડા પર રાજ કરીશું” જેવી ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. આ પત્ર મૂળ વર્ષ 2025માં Canadaના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના એબોટ્સફોર્ડ પોલીસ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જોકે તેનો સંપૂર્ણ લખાણ તાજેતરમાં જ જાહેર થયેલા દસ્તાવેજોના આધારે સામે આવ્યું છે. CBC News દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજો મુજબ, આ પત્ર ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB)ની એક કાર્યવાહી…

એન. ચંદ્રશેખરન વધુ ૫ વર્ષ TATA સન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ લંબાવ્યો Elite Hold 2026

ચંદ્રશેખરન વધુ 5 વર્ષ Tataસન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ વધાર્યો; અગાઉ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની કરી હતી જાહેરાત Tata ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો નવો વળાંક આવ્યો છે. ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય અગાઉના ઘટનાક્રમથી ખાસ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ઓગસ્ટ 2026માં ચંદ્રશેખરને પોતાના વર્તમાન કાર્યકાળ બાદ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની જાહેરાત કરી હતી. તે સમયે ટાટા સન્સના બોર્ડમાં તેમની આગામી ટર્મને લઈને સર્વસંમતિ બની શકી નહોતી. હવે Tata સન્સના બોર્ડે ફરી એકવાર તેમના નામને આગામી પાંચ વર્ષની ટર્મ માટે મંજૂરી આપી છે. જોકે આ નિર્ણયને અંતિમ અસરકારક બનવા માટે કંપનીની વાર્ષિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *