મોંઘવારીનો વધુ એક ઝટકો, મધર ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો

મોંઘવારીના સતત વધતા દોર વચ્ચે સામાન્ય જનતાને વધુ એક આર્થિક ઝટકો લાગ્યો છે. મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા ભાવો આજથી (બુધવાર) દેશભરમાં અમલમાં આવ્યા છે, જેમાં દિલ્હી-એનસીઆર સહિતના તમામ મેટ્રો શહેરો અને રાજ્યોનો સમાવેશ થાય છે.

રોજના વેચાણ પર સીધી અસર
મધર ડેરી દ્વારા આપેલી માહિતી મુજબ, કંપની દિલ્હીમાં દરરોજ લગભગ 35 લાખ લિટર દૂધનું વિતરણ કરે છે. ભાવમાં વધારાથી લાખો ગ્રાહકોની ખિસ્સા પર સીધી અસર થશે. મધર ડેરીના નવા ભાવો મુજબ, ટોન્ડ, ડબલ ટોન્ડ અને ફુલ ક્રીમ દૂધ સહિત વિવિધ પ્રકારના દૂધના પેકમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.

દૂધના નવા ભાવ (પ્રતિ લિટર):

દૂધનો પ્રકાર જૂનો ભાવ (₹) નવો ભાવ (₹)
ટોન્ડ દૂધ (પાઉચ) 56 57
ફુલ ક્રીમ દૂધ (પાઉચ) 68 69
ડબલ ટોન્ડ દૂધ 49 51
ગાયનું દૂધ 57 59
પેક વગરનું ટોન્ડ દૂધ 54 56

ભાવ વધારાનું કારણ શું?
મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું કે ભાવ વધારાનું મુખ્ય કારણ દૂધ ઉત્પાદન ઘટવું છે. કંપની મુજબ ઉનાળાની ઋતુની વહેલી શરૂઆત અને કઠોર ગરમીના કારણે પશુઓનું દૂધ ઉત્પાદન ઘટ્યું છે. સાથે જ, ખેડૂતો પાસેથી દૂધ ખરીદવાની કિંમતમાં પણ 4-5 રૂપિયાનો વધારો થયો છે, જેના લીધે આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયની સીઘી અસર સામાન્ય પરિવારના રોજિંદા બજેટ પર પડશે, ખાસ કરીને મધ્યમ વર્ગ માટે. દૂધ એ ઘરગથ્થુ બજેટનો મુખ્ય ઘટક છે અને તેના ભાવમાં ચડાવ ચિંતાનો વિષય બની રહ્યો છે.

Related Posts

બે સંતાન ગુમાવનાર માતા માટે 108ની ટીમ બની ‘દેવદૂત’ : રિક્ષામાં જ કરાવી સફળ ડિલિવરી….

B india અમદાવાદ : અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા રણાસણ બ્રિજ ટોલ પ્લાઝા પાસે 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસૂચકતા, તબીબી કુશળતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યંત કટોકટીભરી સ્થિતિમાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ન હોવાથી 108ની EMTએ રિક્ષામાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના ખાસ એટલા માટે પણ ભાવુક બની હતી કે પ્રસુતાએ અગાઉની બે પ્રસુતિમાં પોતાના બંને બાળકો ગુમાવ્યા હતા. ત્રીજી વખત ગર્ભાવસ્થામાં ફરી એકવાર મુશ્કેલી ઊભી થતાં પરિવાર માટે સ્થિતિ ચિંતાજનક બની હતી. જોકે, યોગ્ય સમયે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક સારવાર શરૂ કરતાં અંતે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે મળ્યો કટોકટીનો કોલ મળતી માહિતી મુજબ વહેલી…

જાખોત્રા–ચારણકા રોડ પર Forest કટીંગના આક્ષેપો: વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો…

B india પાટણ : સાંતલપુર તાલુકાના જાખોત્રાથી ચારણકા તરફ જતા માર્ગ પર ગરનાળાના બાંધકામને લઈને જંગલ વિસ્તારમાં વનસ્પતિ કાપવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોકાવાડા જંગલ વિસ્તારમાં રોડકામના નામે બાવળ સહિતની વનસ્પતિ દૂર કરવામાં આવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી Forest વિસ્તારમાં બાંધકામ સામગ્રીના ઢગલા અને કામદારોના ઝૂંપડાં હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગની કામગીરી, મંજૂરી પ્રક્રિયા અને સ્થળ તપાસ અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જાખોત્રા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું ગામ છે. હાલ સામે આવેલા આક્ષેપોમાં મુખ્ય મુદ્દો એ છે કે રોડ પર ચાલી રહેલા ગરનાળાના કામ માટે જંગલ વિસ્તારમાં કેટલી હદે વનસ્પતિ દૂર કરવામાં આવી અને તે માટે સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *