પહેલગાવ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર પિતા પુત્રના પાર્થિવદેહ ભાવનગર મોકલાયા

જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે,જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને આજે શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત દિશાનિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે. ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી લઈ જવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે, એવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત દિશા-નિર્દેશનમાં જરૂરી તમામ વ્યવસ્થા ગુજરાત વહીવટી તંત્ર એ કાશ્મીર વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહીને કરી છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આ ઘટના ઉપર સતત નજર રાખી રહ્યા છે. પાકિસ્તાની વધુ એક નાપાક હરકત દેશ અને દુનિયાએ જોઈ લીધી છે. આતંકવાદીઓએ હિન્દુઓને શોધીને જે મારવાની નીતિ અપનાવી છે તેના કારણે આજે દેશ અને દુનિયા સ્તબ્ધ છે.

એરપોર્ટ પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમ સાંસદ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે પણ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related Posts

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Emergency In Gandhinagar District 2026: કલોલ ONGC પ્લાન્ટમાં આગથી ભારે અફરાતફરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી સાથે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો અને વાહનવ્યવહાર ડાયવર્ટ કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાં આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગ આસપાસના વિસ્તારમાં ન ફેલાય તે માટે સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, જ્યારે કલોલ-માણસા હાઈવે પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનોને અન્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ONGC પ્લાન્ટમાં આગથી ચકચાર કલોલ-માણસા હાઈવે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *