પહેલગામ આતંકી હુમલાને લઇ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનું નિવેદન આવ્યું સામે

જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા અમાનવીય અને ધૃણાસ્પદ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ અને સ્થાનિકો સહિત ત્રણ ગુજરાતીઓના શહીદ થવાના સમાચાર પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ આતંકી હુમલા અંગે નિવેદન આપતા રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યતિશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતભાઈ પરમાર તેમજ સુરત શહેરના વરાછાના વતની અને હાલ મુંબઈ રહેતા શૈલેશભાઈ કળથિયાના દુઃખદ અવસાનની ખબરથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ ખેદજનક અને માનવતા વિરોધી ઘટનાની સમગ્ર વિશ્વના લોકો તરફથી તીવ્ર નિંદા કરવામાં આવે છે. સુરત અને ભાવનગર સાથે રાજ્યના લોકો શહીદ થયેલા પરિવારજનો પ્રત્યે ઊંડા દુઃખની લાગણી સાથે સાંત્વના પાઠવે છે.

વધુમાં રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું કે, શહીદ શૈલેષભાઈના મૃતદેહ અને તેમના પરિજનોને રાત્રે 10 વાગ્યે સુરત હવાઈમથક પર લાવવામાં આવશે, જ્યાં આદરણીય કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલજી તથા સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી દુઃખની ઘડીમાં આ પરિવારજનોને સાંત્વના આપશે અને દુઃખની આ ઘડીમાં જોડે રહેશે.

Related Posts

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *