વિશ્વ પુસ્તક દિવસ: શા માટે ફક્ત 23 એપ્રિલે જ ઉજવાય છે? જાણો ઈતિહાસ, મહત્વ અને ઉજવણીનો ઉદ્દેશ

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ (World Book and Copyright Day) ઉજવવામાં આવી રહ્યો છે. યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત આ દિવસનું મુખ્ય ઉદ્દેશ છે – વાંચનની સંસ્કૃતિનો પ્રચાર, પુસ્તકો માટેનો પ્રેમ અને કોપીરાઈટના મહત્ત્વ અંગે જાગૃતિ લાવવી.
પણ એક સવાલ મોટાભાગના વાચકો અને વિદ્યાર્થીમિત્રોના મનમાં આવે છે: વિશ્વ પુસ્તક દિવસ ફક્ત 23 એપ્રિલે જ કેમ ઉજવાય છે?

શા માટે 23 એપ્રિલ? જાણો ઈતિહાસ પાછળની વાર્તા
1995માં યુનેસ્કોએ 23 એપ્રિલને ‘વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. આ તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે એ દિવસે બે વિશ્વવિખ્યાત સાહિત્યકારોનાં અવસાન થયાં હતાં (1)વિલિયમ શેક્સપિયર (મહાન અંગ્રેજી નાટકાર અને કવિ) – અવસાન: 23 એપ્રિલ 1616 (2)મિગેલ ડી સર્વાંટેસ (Don Quixoteના સ્પેનિશ લેખક) – અવસાન: 23 એપ્રિલ 1616 આજે અનેક દેશોમાં આ દિવસે કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા પુસ્તકપ્રેમ પ્રગટાવવામાં આવે છે.

સ્પેનથી આવ્યો ‘વિશ્વ પુસ્તક દિવસ’ ઉજવવાનો વિચાર
વિશ્વ પુસ્તક દિવસની પ્રેરણા સ્પેનની એક અનોખી પરંપરામાંથી લેવાઈ છે. ત્યાં દર વર્ષે 23 એપ્રિલે ‘રોઝ ડે’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. લોકો એકબીજાને રોઝ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. 1926માં સર્વાંટેસના અવસાન પછી, લોકોએ રોઝને બદલે પુસ્તકો ભેટ આપવાની પરંપરા શરૂ કરી. આ જ વિચારે દુનિયાભરમાં પ્રેરણા આપી.

કોપીરાઈટનું મહત્ત્વ પણ ઉજવાય છે
વિશ્વ પુસ્તક દિવસને ઘણી જગ્યાએ “વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. કોપીરાઈટ લેખકોના હક્કો અને સર્જનાત્મકતાની સુરક્ષા માટે અગત્યનું છે, અને આ દિવસ એ વિશે જાગૃતિ લાવવા પણ મહત્વ ધરાવે છે.

વિશ્વભરમાં કેવી રીતે ઉજવાય છે?
વિભિન્ન દેશોમાં વિશ્વ પુસ્તક દિવસનું વિશિષ્ટ રીતે ઉજવણું થાય છે:

સ્પેન:
– બે દિવસ માટે ‘વાંચન મેરેથોન’
– મિગેલ ડી સર્વાંટેસ પુરસ્કાર વિતરણ

સ્વીડન:
– શાળાઓ અને કોલેજોમાં લેખન સ્પર્ધાઓ
– વાંચન પ્રોત્સાહન માટે સાહિત્યિક કાર્યક્રમો

વિશ્વભરમાં:
– પુસ્તકોનું મફત વિતરણ
– લેખક-પાઠક મુલાકાત
– લાઈબ્રેરી અને બુક્સટોરમાં વિશેષ ડિસ્કાઉન્ટ

ભારતમાં પણ ઉજવણીનું જુસ્સો
ભારતમાં શાળાઓ, કોલેજો, પુસ્તકાલયો અને સાહિત્યિક સંસ્થાઓ દ્વારા:
– કથાવાચન કાર્યક્રમો
– વાંચન ચેલેન્જ
– નવલેખકો સાથે ઇન્ટરએક્ટિવ સત્રો
– બાળકો માટે પુસ્તક ભેટ કાર્યક્રમો યોજાય છે.

આ દિવસનો સાચો અર્થ શું છે?
– પુસ્તક માત્ર પાના નથી એ વિચારશક્તિ, સંસ્કૃતિ અને વૈશ્વિક વારસાનું જતુંરૃપ છે.
– વિશ્વ પુસ્તક દિવસ એ યાદ અપાવે છે કે વાંચન આપણું દુનિયાનું દરવાજું ખોલે છે.

આજના દિવસે, એક પુસ્તક ભેટ આપો કે વાંચવાનું શરૂ કરો અને જ્ઞાનની આ વિશ્વયાત્રામાં જોડાઈ જાઓ. વધુ સાહિત્યિક સમાચાર માટે જોડાયેલા રહો

Related Posts

Devbhumi Dwarka Water Crisis Bhimgaja Lake Alert 2026: જો ૧૫ દિવસમાં નર્મદાનું પાણી નહીં પહોંચે તો શું થશે?

Dwarka તાલુકામાં પાણીનું સંકટ ઘેરાયું! ભીમગજા તળાવમાં માત્ર પખવાડિયા ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાની ચિંતા દિવાળીના તહેવારો અને મીની વેકેશન વચ્ચે પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની ભીતિ; Dwarka, ઓખા સહિત 42 ગામડાંઓની પ્રજાની ચિંતા વધી, લાખો યાત્રિકોની પાણીની વ્યવસ્થા સામે પણ સવાલ -> યાત્રાધામ Dwarkaમાં પાણીની સમસ્યા ગંભીર બની :- ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક યાત્રાધામ Dwarkaમાં પીવાના પાણીની સમસ્યા ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. એક તરફ દિવાળીના તહેવારો અને મીની વેકેશન નજીક આવતાં દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવવાની શક્યતા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક જળસ્ત્રોતોમાં પાણીનો જથ્થો ખૂબ જ મર્યાદિત રહ્યો હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ખાસ કરીને દ્વારકા અને ઓખા નગરપાલિકા સહિત આસપાસનાં આશરે 42 ગામડાંઓને પાણી પૂરું પાડવામાં…

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *