રાજ્યને મળશે વધુ એક તાલુકો ! શંકર ચૌધરીએ જાણો શું આપ્યો સંકેત

રાજ્યમાં બનાસકાંઠાના વિભાજન બાદ વાવ- થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ જાહેરાતને લઈને ધાનેરા, ભાભર, દિયોદર અને કાંકરેજ સહિત અનેક તાલુકાઑએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન હવે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે રાહ તાલુકો બનાવવાના સંકેતો આપ્યાં છે.

રાહ ખાતે પીએમ સૂર્ય ઘર અને ખાનગી હોટલના લોકાર્પણ પ્રસંગ દરમિયાન રાહ તાલુકો બનાવવાના સંકેતો આપ્યાં છે. શંકર ચૌધરીએ કહ્યું હતું કે, રાહ આપણું મુખ્ય સેન્ટર બની રહ્યું છે. તમારા બધાનું જે સપનું છે એ સપનું સાકાર કરવું છે એની તૈયારીઓ ચાલી રહી છે. જે રીતે થરાદનો વિકાસ કરવામાં આવ્યો છે. રાહના સંકેતો આપતા કહ્યું કે, જાહેરનામું પણ પડી જશે એટલે એની તૈયારીઓ અને પ્લાનિંગ તો બધાએ ભેગા મળીને કરવું પડેને

આ પહેલા પણ આપ્યા હતા સંકેત
ફેબ્રુઆરી મહિનામાં થરાદ તાલુકાના કિયાલ ગામે ગ્રામપંચાયતની નવીન બિલ્ડીંગ અને પટેલ નાગજી કેસરા ગોળીયા પ્રાથમિક શાળાના લોકાર્પણનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સંબોધન કરતાં શંકર ચૌધરી એ કહ્યું હતું કે થોડા દિવસો માં તાલુકો પણ બદલાશે અને જિલ્લો પણ બદલાશે. જેને લઈને રાહ તાલુકો બનશે એવો ઇશારો શંકર ચૌધરી એ કર્યો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…

BIS : સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો Significant Price Escalation

(BIS સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો અગાઉ જ્વેલર્સ પર ખર્ચનો બોજ; સબસિડીની માગ દેશભરમાં સોના-ચાંદીની ખરીદી કરતા ગ્રાહકો અને જ્વેલરી વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાના આર્ટિકલના હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સોનાના દરેક આર્ટિકલ માટે હોલમાર્કિંગ ફી ₹45 હતી, જે હવે વધારીને ₹75 કરવામાં આવી છે. એટલે કે પ્રતિ આર્ટિકલ ₹30નો વધારો થયો છે, જે ટકાવારીની દૃષ્ટિએ આશરે 66.7 ટકા થાય છે. નવી ફી 14 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી છે.હોલમાર્કિંગનો હેતુ સોનાની શુદ્ધતા અને ગુણવત્તા અંગે ગ્રાહકને વિશ્વસનીય માહિતી આપવાનો છે. BISની વ્યવસ્થામાં હોલમાર્કવાળી જ્વેલરી પર શુદ્ધતા સંબંધિત નિશાની અને HUID જેવી વિગતો ગ્રાહકને ચકાસણીની સુવિધા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *