સંબંધોને લાંછન લગાવાનો કિસ્સો, અમદાવાદમાં કળયુગી પુત્રએ કરી પિતાની હત્યા

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં સબંધોને લાંછન લગાવાનો કિસ્સો બન્યો છે. પુત્રએ જ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના સામે આવી છે.

અમદાવાદના બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ વસાહતમાં રહેતા એક યુવકનો પિતા સાથે ઝઘડો થયો હતો અને તેમણે પિતાને ફેંટો મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક તેની માતા સાથે ઝઘડો કરતા હોઈ તેના મોટાપુત્રએ હત્યા કરી દીધી હોવાનુ બહાર આવ્યુ છે. આ અંગે માતાએ પુત્રની સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી પુત્રની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીની કરી ધરપકડ
બાપુનગર વિસ્તારમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે. પુત્ર સોનુ શર્મા કોઈક કારણ સર પોતાના પિતાની હત્યા કરી હતી. અને ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો. આ વાતની જાણ તેમના પરિવારને થઈ ત્યારે તેમને તાત્કાલિક પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી. અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આરોપી સોનુ શર્માની ધરપકડ કરવામાં આવી અને બાપુનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી. અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Mahashivratri / મહાશિવરાત્રીના મેળામાં ભજનનો અનોખો રંગ, છેલ્લા 16 વર્ષથી લંડનથી આવે છે જૂનાગઢ

જૂનાગઢ/  સિદ્ધો-તપસ્વીઓની ગિરનારી ભૂમિ પર અનેક ભાવિકો ભજન ભક્તિનું ભાથુ બાંધવા શ્રદ્ધા ભાવ સાથે આવે છે, મહાશિવરાત્રીના મેળામાં પણ દૂરસુદૂરથી આવીને શ્રદ્ધાળુઓ અનેરા ભક્તિભાવ સાથે પધારે છે- ભવનાથ મહાદેવ અને…

નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં 50 ઇ-બસોને લીલી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *