Rajkot: પદ્મીનીબા વાળા ફરી આવ્યા વિવાદમાં, હનીટ્રેપ મામલે નોંધાયો ગોંડલમાં ગુનો

ક્ષત્રિય સમાજમાં પ્રવૃત્ત અને પોતાના આંદોલનકારી ભુમિકાને કારણે જાણીતી મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરીવાર વિવાદમાં સપડાઈ છે. તેમના અને તેમના પુત્ર સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ ગોંડલ B ડિવિઝન પોલીસ મથકે હનીટ્રેપનો ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તેજલ છૈયા નામની યુવતીએ ગોંડલના 60 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને વીડિયો કોલ અને વોટ્સએપ મેસેજિંગ દ્વારા પ્રેમજાળમાં ફસાવ્યા હોવાનો આરોપ છે. યુવતીએ અંગપ્રદર્શન કરતાં આ વૃદ્ધને મનોવૈજ્ઞાનિક જાળમાં ફસાવી પૈસાની માંગણી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ કેસમાં આરોપીઓએ વૃદ્ધના ઘરમાં જઈ ધાકધમકી આપી, અને જાણે પૂરતું ન હોય તેમ પદ્મિનીબા વાળાએ જણાવ્યા મુજબ, ફરિયાદી સામે રસ્તા પર કપડા કાઢી મારમારવાની અને મકાન પડાવી દેવાની ધમકી આપી હતી.

પોલીસે દાખલ કર્યો ગુનો:
આ અંગે ફરિયાદીની રજૂઆતના આધારે ગોંડલ B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે IPCની અનેક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં બળજબરીથી પૈસાની માંગણી, જાનથી મારી નાખવાની ધમકી, અને મકાન પચાવી પાડવાનો પ્રયાસ જેવા ગંભીર આરોપો સમાવિષ્ટ છે.

પદ્મિનીબા વાળાનું નિવેદન:
આ સમગ્ર મામલે પદ્મિનીબા વાળાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે, “આ બધું એક ષડયંત્ર છે. અમે યુવતીને ન્યાય અપાવવા જઈએ છીએ ત્યારે અમારા પર ખોટા આરોપ મૂકવામાં આવે છે. મેં કોઈ પણ જાતે પૈસાની માંગણી નથી કરી. જો કોઇને પુરાવા હોય તો તે પોલીસ સમક્ષ રજૂ કરવા જોઈએ.”

પોલીસ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે અને આ હનીટ્રેપ કેસ રાજકીય અને સામાજિક સ્તરે પણ ચકાસણી હેઠળ આવ્યો છે.

Related Posts

AMC ઉત્તર ઝોન: મ્યુનિ. પોલ ચણી લેવાયા બાદ વોર્ડ ઇન્સ્પેક્ટર વરૂણ રાવલને નાછૂટકે આપી શો-કોઝ નોટિસ!

– સાતેય ઝોનમાં ગેરકાયદે બાંધકામોની તપાસ થાય તો આખું એસ્ટેટ તંત્ર નોટિસને પાત્ર: ઉચ્ચ અધિકારીઓ કેમ મૌન? પંકજ મકવાણા – અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં એસ્ટેટ-TDO વિભાગ અને સ્થાનિક ભૂમાફિયાઓની…

ગુજરાતમાં ચોમાસાની જમાવટ: છોટાઉદેપુર, રાજપીપળા, ભાવનગર, બોટાદ અને અમરેલીમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરતાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસતા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, જ્યારે ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને પણ રાહત મળી છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *